Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજની જનરલ હોસ્પિટલમાં નાસી જવાનો પ્રયાસ કરનાર સહીત ચાર આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા

ગત તારીખ 29’મીએ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી નાસી જનાર અને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપાઈ ગયેલ નિખિલ ડોંગા સહિત આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થતાં પોલીસે ચાર આરોપીઓના વધુ સાત દિવસના રિમાન્ડ સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે આગામી તારીખ 12’મી એપ્રિલ સાંજના ચાર વાગ્યા સુધી નિખિલ સહિતના ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ચાર આરોપીઓમાં મુખ્ય આરોપી (1) નિખિલ ડોંગા ઉપરાંત (2) ભરત રામાણી, (3) આકાશ આર્ય અને તાજેતરમાં જ પકડાયેલ જી.કે. જનરલ હોસ્પિટલનો કર્મચારી (4) વિજય સાંગાણીના 12’મી એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર થતા આગળની તપાસ હાથ ધરાઇ છે અત્યાર સુધી આ ચકચારી પ્રકરણમાં બે પી.એસ.આઇ. સહિત 4 પોલીસકર્મી ઉપરાંત અન્ય 10 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જેમાં ગોંડલના એક ભાજપના નેતાનો પણ સમાવેશ થાય છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પોતાના મુન્નાની જેમ ઉછેર્યો છતાં એજ ઘરમાં કંકાસની લહેર ઉભી કરી…

Kutch Kanoon And Crime

વરસાદના ચાર છાંટા પડ્યા તેમાં મોટી સિંધોડી વાડી વિસ્તારમાં 48 કલાકથી લાઈટ બંધ…

ગાંધીધામમાં લૂંટ કરનારા ભુજના બે શખ્સો અંજાર પોલીસના હાથમાં ગણત્રીના સમયમાં આવી ગયા

Kutch Kanoon And Crime

Leave a comment