Kutch Kanoon And Crime
Breaking NewsGandhidhamGujaratKutchSpecial Story

એક વર્ષથી ગુમ થયેલ બે સગી બહેનોને શોધી કાઢી પૂર્વ ક્ચ્છ પોલીસે તેમના માતા પિતાનો મિલાપ કરાવ્યો

રાજ્ય લેવલે મિસિંગ અંગેની ડ્રાઇવિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં બોર્ડર રેન્જ આઇ.જી.પી., જે.આર, મોથલિયા શરદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ મયુર પાટીલના તરફથી ગુમ અને અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સુચના અપાતા જે સુચના અન્વયે એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં ગુમ અને આપહરણ થયેલ બાળકોને શોધવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન ગાંધીધામ એ/ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ભારતનગર ખાતે રહેતી બે સગી બહેનો એક જ દિવસે ગુમ થઈ ગયેલ હોય જે અંગે ગાંધીધામ એ/ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 16/7/2019ના રોજ નોંધ કરાવવામાં આવેલ જેમાં ગુમ થનાર બને બહેનોને તેના પિતાએ સામાન્ય ઠપકો આપતા આ બને બહેનો જતી રહી હતી. માતા-પિતાને સંતાનમાં આ બે દીકરીઓ જ હોય અને તે ગુમ થતા ઘરમાં અન્ય કોઈ ન હોય માતા-પિતા ખૂબ જ આઘાતમાં રહેતા હતા. જે બંને બહેનોને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સથી રાજકોટ હોવાની માહિતીથી એલ.સી.બી.ની ટીમ દ્વારા રાજકોટ ખાતેથી આ બે બહેનોને શોધી કાઢવામાં આવેલ અને તેના માતા-પિતા સાથે મિલન કરાવી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ/ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. સંતોષી ભાસ્કરરાવ ગુટ્ટી ઉંમર વર્ષ 21 તથા તેની સગીર વયની બહેન રહે બંને ગાંધીધામ ભારત નગરને શોધી કાઢી તેના માતા-પિતાને સુપરત કરેલ આ કામગીરીમાં પૂર્વ ક્ચ્છ એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર એમ.એસ. રાણા અન્ડ સ્ટાફ સાથી રહ્યો હતો.

અહેવાલ : દિનેશ જોગી અંજાર

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પ્રધાનમંત્રીની બોડી લેંગ્વેજમાં આવેલ અચાનક બદલાવ..!!!

Kutch Kanoon And Crime

રાપરના લાકડા વાંઢ ગામે પરિણીત પ્રેમી યુવાનની કરપીણ હત્યા અપરણિત પ્રેમિકાની રહસ્યમય આત્મહત્યા

બેટી બચાઓ બેટી પઢાઓ – મિશન ખાખી કાર્યક્રમ કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી”

Kutch Kanoon And Crime

Leave a comment