ક.વિ.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા ભુજ ખાતે મહાજનનું મામેરું અંતર્ગત 248માં લગ્ન યોજાયા હતા જેમાં વર્ધમાન નગર ભુજોડીના યુવક અને ઘાટકોપર મુંબઈની દીકરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. જેમાં મહાજન તરફથી 11000 રૂપિયાના બોંડ અને દાતાઓ દ્વારા મળેલી ભેટો નવદંપતીને અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના અધ્યક્ષ અને માજી રાજયમંત્રી અને ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાએ આગામી ૧૮’મી માર્ચે નલિયા ખાતે યોજાનાર મહેશ્વરી સમાજના સમૂહ લગ્નમાં 25 કન્યાઓને દરેકને એક પ્રમાણે સિલાઈ મશીન ગીરીશભાઈ છેડા પરિવાર, નવીનભાઈ પરિવાર કમલેશભાઈ સંઘવી પરિવાર અને બાબુભાઇ આહીર ગાંધીધામવાળા પરિવાર તરફથી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહાજનનું મામેરૂ અંતર્ગત યોજાયેલા લગ્ન પ્રસંગમાં તારાચંદભાઇ છેડા, શ્રીમતી હંસાબેન છેડા, શ્રીમતી જ્યોતિબેન ગિરીશ છેડા તથા સમર્પણવાળા ભાઈચંદભાઈ વોરા સહિતના દાતાઓ અને શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334