આવતીકાલે 6 માર્ચ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાનો જન્મદિવસ હોય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેતુ કવર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 6 માર્ચ થી 26 માર્ચ સુધી ચાલનાર આ અભિયાનમાં સંસ્થા તરફથી પ્રધાનમંત્રી સુરક્ષા કવચ યોજના અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈ કામદારોને સુરક્ષા કવચ વીમાનું પ્રીમિયમ એક વર્ષ માટે રૂપિયા ૧૨ પ્રમાણે સાંસદ શ્રી તરફથી ભરીને તેમને વીમા કવચ આપવામાં આવશે. સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે હું જાતે કોરોના સંક્રમિત થયો હતો તેથી આરોગ્ય બગડે છે ત્યારે વ્યક્તિની માનસિક દશા કેટલી ખરાબ થતી હોય છે તેની અનુભૂતિ કરી છે અને તેથી નાનામાં નાના વ્યક્તિને પણ સુરક્ષા કવચ મળે એ જરૂરી છે તેમ જણાવીને વાર્ષિક પ્રિમિયમ પોતાના તરફથી ભરવામાં આવશે તેમ જણાવી તારીખ 6 માર્ચ થી 26 માર્ચ સુધી ચાલનારા આ અભિયાન માટે મોબાઇલ નંબર 97271 05467 પર સંપર્ક કરીને લાભ લેવા જણાવાયું છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334