Kutch Kanoon And Crime
GujaratKutchNakhatranaSpecial Story

“તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત સોંપાયું…

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં લોકોના ગુમ તથા ચોરી થયેલ મોબાઇલ શોધી નાગરિકોને પરત અપાવી “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરવા માટે માર્ગદર્શન અને સુચના આપેલી હતી. તે અનુસંધાને, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ–ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઇ પરમાર દ્વારા ટેકનીકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કામગીરી અંતર્ગત અરજદાર શ્રી અનવર હારૂન લુહાર (રહે. નવાવાસ, નખત્રાણા)નો ગુમ થયેલ સેમસંગ ગેલેક્સી–S23 મોબાઇલ (કિંમત રૂ. 65,000/-) શોધી કાઢી પરત આપવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુમ થયેલ મોબાઇલ માલિક સુધી પહોંચાડી “તેરા તુજકો અર્પણ” ઝુંબેશનો હેતુ, લોકસેવા અને માનવતા માટેની પ્રતિબદ્ધતાને વાસ્તવિક અર્થમાં સાર્થક કર્યો છે.

પ્રકાશિત નિતેશ ગોર – ભૂજ

Related posts

10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ

Kutch Kanoon And Crime

મહેશ્વરી સમાજ સાથે કચ્છનું નામ રોશન કરતા તબીબ સપના અશોકભાઈ મહેશ્વરી

ભુજ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : વહુ પર જીવલેણ હુમલો કરનાર સાસુને 5 વર્ષની કેદની સજા

Kutch Kanoon And Crime

Leave a comment