14’મી ફેબ્રુઆરીએ ભચાઉની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદ્યશક્તિ પોલીમર્સ નામની બંધ પડેલી કંપનીના ગોડાઉન માંથી અંગ્રેજી શરાબ નો રૂપિયા 50. 66 લાખ ઉપરાંતનો જથ્થો તેટ મોનિટરિંગ દ્વારા ઝડપી પાડ્યા બાદ આ મામલે ભચાઉ PI ઝેડ.એન. ધાસુરા અને PSI., કે.એન. સોલંકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડો પડાયા બાદ બંને જવાબદાર અધિકારીઓની જવાબદારી ફીટ કરવામાં આવી હતી નોંધનીય છે કે દારૂનો આ જથ્થો કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટુકડી ત્રાટકી હતી. જેમાં અશોક સિંહ ઉર્ફે (મામા) બાલુભા જાડેજાનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ ખુલ્યું છે અશોક સિંહ ઉર્ફે મામા પૂર્વ કચ્છમાં બુટલેગર તરીકે ખૂબ મોટું અને કુખ્યાત નામ ધરાવે છે. એ પણ નોંધનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં તે મોનિટરિંગ સેલ દ્વારા અંગ્રેજી શરાબના જથ્થા પર રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો ત્યારે પણ તત્કાલીન PI એસ.એન. કરંગીયા અને PI એમ. આર.ગોઠાણીયા ને સસ્પેન્ડ કરાયા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334