કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના આરોપી એવા તત્કાલીન પી.આઇ. જે.અે. પઢીયારની રેગ્યુલર જામીન અરજી અદાલત આજે નામંજૂર કરી છે. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના મામલે ધરપકડ થયા બાદ પાલારા જેલમાં બંધ તત્કાલીન પી.આઇ. પઢીયાર દ્વારા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરાઈ હતી આ અંગે બે દિવસ સુનાવણી ચાલી હતી. આ સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડી.વી. ગઢવી અને તેમની ટીમ દ્વારા ધારદાર દલીલો કરાયા બાદ નામદાર અદાલતે કસ્ટોડિયલ ડેથના મામલાને અત્યંત ગંભીર ગણી અને આરોપી તત્કાલિન પી.આઈ.ની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઇ પી.આઈ.ની જામીન અરજી ફગાવી દીધી હતી. નોંધનીય છે કે આ પૂર્વે સમાઘોઘાના માજી સરપંચ અને કસ્ટોડિયલ ડેથના આરોપી એવા જયવીરસિંહ જાડેજા સહિતના જેલમાં બંધ આરોપીઓની જામીન અરજીઓ રદ થઈ ચૂકી છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334