Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી માજી સરપંચ જયવીરસિંહ લોનાવાલા ખાતેથી ઝડપાઇ ગયો..

(સમાઘોઘાનો માજી સરપંચ જયવીરસિંહ જાડેજા ઝડપાયાની સમર્થન જ્યારે પોલીસ કર્મી જયુભા ઉર્ફે જયદેવસિંહ ઝાલા પણ સાથે હોવાની ચર્ચા)

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર થઈ ગયેલા આરોપીઓ પૈકી બે આરોપી મહારાષ્ટ્રના લોનાવાલા ખાતેથી ઝડપાઈ ગયાનું જાણવા મળે છે. માહિતગાર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી બે આરોપીઓ જયવીરસિંહ જાડેજા અને પોલીસ કર્મચારી જયદેવસિંહ ઝાલા મહારાષ્ટ્રના લોનાવાલા ખાતેથી ઝડપાઈ ગયા છે જોકે આ હકીકતને હજુ સત્તાવાર સમર્થન નથી મળતું પરંતુ માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપી જયવીરસિંહ જાડેજા પુના ખાતે સંપર્ક ધરાવે છે અને તે મુન્દ્રાથી નાસી ગયા બાદ પુના પહોંચ્યો હતો જ્યાં પોતાના મિત્રો એવા પોલીસ કર્મચારી આરોપીઓને પોતાની પાસે બોલાવી લીધા બાદ આ આરોપી નાસતો ફરતો હતો અને આ અંગેની બાતમી પોલીસ સુધી પહોંચતા પૂના ખાતે વ્યવસાયિક સંપર્ક ધરાવતા આરોપી અને તેનો મિત્ર એવો આરોપી પોલીસ કર્મી જયદેવસિંહ ઝાલા પકડાઈ જવાના ભયથી લોનાવાલા ખાતે છુપાયા હોવાની બાતમીના આધારે આજે આ બંને આરોપીઓને ATS ટિમ દ્વારા ઝડપી લેવાયાનું જાણવા મળે છે જોકે આ અંગે હજુ સત્તાવાર સમર્થન નથી મળ્યું પરંતુ બે આરોપી ઝડપાઈ ગયાની હકીકત સામે આવી છે. જોકે સત્તાવાર રીતે જયવીરસિંહ જાડેજા પકડાયાની હકીકત સામે આવી છે જ્યારે બીજો આરોપી જયદીપસિંહ ઝાલા પકડાયાને સમર્થન નથી મળતું પરંતુ તે પકડાઈ ગયાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ તાલુકાના નાના વરનોરામાંથી ગેરકાયદેસર કતલખાનું પકડી પાડતી બી/ડીવીઝન પોલીસ

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના બારોઇ પંચાયત દ્વારા બીજી વખત ગામના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

ગુણામાંના હાથે દૂધ પીને ભવ્યએ ગુણામાનું જ ગળુ દબાવી દીધું….!!!

Leave a comment