Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

હુશેન થેબાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળ્યું

સરકારની સહાયથી હું મારા પરીવાર માટે પાકું મકાન બનાવી શક્યો

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હુસેન જુમા થેબાએ ખુશી સાથે જણાવ્યું હતું કે, જો સરકારની આ યોજનાનો લાભ મને ન મળ્યો હોત તો હું અને મારો પરીવાર આજેપણ જર્જરીત મકાનમાં રહીને ઋતુગત સમસ્યાનો સામનો કરી રહ્યા હોત. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જદુરા ગામના રહેવાસી હુસેનભાઇ થેબાએ જણાવ્યું હતું કે, વડીલોના જુના મકાનમાં મારા પરીવાર સાથે હું રહેતો હતો. પરંતુ જુનું મકાન હોવાથી જર્જરીત થઇ જવાં સાથે તેની છત તુટી જતાં ઉપર પતરા નાખીને પરેશાની વચ્ચે જીવતો હતો. પરંતુ સરકારે મારી મુશ્કેલી દુર કરીને મને પાકી છત સાથેનું પાકું મકાન આપ્યું તે બદલ હું પ્રધાનમંત્રીશ્રી તથા ગુજરાત સરકારનો આભારી છું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને સહાય મળતા આજે હું પાકા મકાનમાં મારા પરીવાર સાથે સુખરૂપ જીવન જીવી રહ્યો છું.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન

Kutch Kanoon And Crime

ચાર્મી વિનોદ સોલંકીએ સિલ્વર મેડલ હાંસલ કરી ગૌરવ અપાવ્યું

Kutch Kanoon And Crime

પશ્ચિમ ક્ચ્છ પોલીસ ભુજ વિભાગના ડી.વાય.એસ.પી., જે.એન. પંચાલની નિગરાનીમાં પ્રજા સુરક્ષિત છે તે સાબિત થઈ ગયું

Kutch Kanoon And Crime

Leave a comment