મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના મુખ્ય સૂત્રધાર ગણાતા અને બે બે યુવાનોની હત્યામાં નામ ખુલતા ફરાર થઈ ગયેલ અને ગઈકાલે મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે આવેલી એક હોટેલમાંથી ઝડપાઇ ગયેલા સમાઘોઘા ગામનો માજી સરપંચ જયવીરસિંહ જાડેજાને આજે મુન્દ્રાની અદાલતમાં રજૂ કરાતા અદાલતે આરોપીના સોમવાર સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપી જયવીરસિંહ જાડેજા ચકચારી મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના મુખ્ય સૂત્રધાર મનાય છે તેઓએ આ વિવાદાસ્પદ જમીન મામલે નફફટ પોલીસ કર્મચારીઓને સોપારી આપી ક્ષત્રિય સમાજ જેને પૂજ્ય ગણે છે એવા ચારણ ગઢવી સમાજના બે યુવાનની હત્યા કરાવી નાખી હતી. હવે રિમાન્ડ દરમિયાન આરોપી પોલીસ કર્મચારીઓ ક્યા છે અને જમીન વિવાદ શું હતો તે અંગેની સનસનીખેજ વિગતો ખુલવાની શક્યતા છે. નોંધનીય છે કે જયવીરસિંહનું આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે નામ બહાર આવતાં સમાઘોઘા ચારણ ગઢવી સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે કારણ કે આ એ જ જયવીરસિંહ જાડેજા છે જેઓને ગામના સરપંચ પદે પહોંચાડવા ગામના ચારણ ગઢવી સમાજે મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં મરણ જનાર બે યુવાનોએ પણ જયવીરસિંહને સરપંચ પદે ચૂંટી લાવવા પોતાનો સહયોગ આપ્યો હતો એ જ યુવાનોનો કાંટો કાઢી નાખવા સોપારી આપી સમાજ સાથે જયવીરસિંહ જાડેજાએ ગદ્દારી કરી છે તેમ કહેવું ખોટું નથી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334