કોટડા-રોહા ગામે દિપક હિરાલાલ મહેશ્વરી અને મહેશ માલશીભાઇ મહેશ્વરી નામના યુવક ઉપર કોટડા-રોહાના યુવકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યું. આ હુમલો જૂની અદાવતનું મનદુઃખ રાખી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિપક અને મહેશને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા છે અચાનક થયેલા આ હુમલાથી હેતબાઈ ગયેલા યુવકોને તાત્કાલીક સારવાર અર્થે ગઢશીશા ખસેડવામાં આવ્યું હતું પરંતુ ત્યાં તેઓને કોઈ જવાબદાર હાજર ન હોવાથી અને સરકરી એમ્બ્યુલન્સ કે 108 પણ સમય પર હાજર ન હોવાથી તેઓને વધુ સારવાર અર્થે ગઢશીશાથી ભૂજ ખસેડવામાં આવતા ઘાયલ યુવકો પર શસ્ત્ર ક્રિયા સુરું કરાઈ છે આ હુમલાથી તેઓને હાથની આંગળીઓમાં ઇજા પહોંચી છે જોકે સારવાર બાદ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવું શુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
સ્ટોરી – નિતીન ગરવા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334