જાયન્ટ્સ આદિપુર મૈત્રી અહેલી ગ્રુપની 2024’ની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે હીનાબેન વ્યાસ, ઉપપ્રમુખ (ઇન્ટર્નલ) પુનમ ટુકડીયા, ઉપપ્રમુખ (એક્સટર્નલ) પૂજા પરિયાની, મંત્રીશ્રી અંજલી ચૌહાણ, જોઈન્ટ મંત્રીશ્રી વર્ષા બારોટ, ખજાનચી શ્રી સુનીતા ઠાકુર, તેમજ સોશિયલ મીડિયા ઓફિસર ભાવિશા ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. જાયન્ટ્સ આદિપુર મૈત્રી સહેલી ગ્રુપ દ્વારા મહિલાઓને લગતા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. મહિલા વિકાસ લક્ષી સહભાગી થનારા સૌ મહિલાઓને અહી પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમજ સામાજિક સેવા કાર્યો પણ કરવામાં આવે છે. હાલ ઠંડીની સીઝનમાં જરૂરતમંદ લોકોને ધાબળા, સ્વેટર, ગરમ વસ્ત્રો પણ આપવામાં આવ્યા હતા. એવા અનેક સમાજ સેવાને લગતા અને સમાજને ઉપયોગ થતા કાર્યો કરવામાં આવે છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334