પશ્ચિમ કચ્છ RTO કચેરી દ્વારા અપાઇ યુ ટ્યુબ ન્યૂઝ ચેનલોને નોટિસ : જો રદીયો નહિ અપાય તો ન્યૂઝ ચેનલો સામે લિગલી એક્શન લેવાશે…
“વ્હોટસએપ યુનિવર્સિટી પત્રકારિતા”નો પરિણામ કેવું આવી શકે છે જાણી લો : ફક્ત તોડ કરવાના લક્ષ્યમાં ક્યારે કોઈને બદનામ કરતા પહેલા સો વખત વિચારજો…
પશ્ચિમ કચ્છની RTO’ની શાખાને બદનામ કરતા વિડિયો “આજ કાલ” ઉગી નીકળેલા “વ્હોટસએપ પત્રકારિતા” યુ ટ્યુબ ન્યૂઝ ચેનલો પ્રકાશિત કરી રોફ જમાવવા જતા ઊંધા માથે પછડાયા છે. આવા અચાનક ઉગી નીકળેલા “વ્હોટસએપ પત્રકારિતા” યુ ટ્યુબ ન્યૂઝ ચેનલો સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવા જેતે શાખાના અધિકારીઓ મેદાનમાં સામી છાતીએ આવ્યા છે. વાત એમ છે કે થોડા સમય અગાઉ “આજ કાલ” યુ ટ્યુબ ન્યૂઝ ચેનલમાં પશ્ચિમ કચ્છ RTO’ને બદનામ કરી રોફ જમાવવાના ઇરાદે અને કચેરીના અધિકારીઓ દ્વારા ઓવર લોડ વાહનો ચેક કર્યા વગર બે રોક ટોક જવા દેવાય છે તેવા ન્યૂઝ પ્રકાશિત કરાયા હતા, જે સત્ય હોય કે ન હોય તે અલગ વિષય છે પણ RTO અધિકારીઓ સામે રોફ જમાવવા “આજ કાલ” ચાલુ થયેલા “વ્હોટસએપ પત્રકારિતા” ન્યૂઝ ચેનલો સત્ય હકીકત છે કે નહિ તે જાણ્યા વગર (સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની પૃષ્ટિ કર્યા વગર) પ્રકાશિતત કરી રોફ જમાવી દર મહિને સેટિંગ કરવા માંગે છે તેવું સૂત્રો કહી રહ્યા છે, પણ હા RTO કચેરીની કામગીરીની જો વાત કરાય તો, કચેરીના અધિકારીઓ દ્વારા તેમની ફરજમાં આવતી કામગીરી સમય સમય પ્રમાણે કરાય છે દંડ વસૂલાતની કામગીરી પણ કરાય છે. જે કામગીરી બદલ કચેરીને સન્માનિત પણ કરવામાં આવી છે. બાકી પકડાય એ ચોર છે, ઉચ્ચ હોદ્દા ધરાવતા અધિકારીઓ (તેઓના અનુભવો પ્રમાણે) એમ કહી ગયા છે કે, સો ગુન્હેગાર બચી જાય તો ચાલશે (ગુન્હેગારો થોડો સમય બચી શશે કાયદાથી) પણ એક નિર્દોષ ફસાવો કે બદનામ થવો જોઈએ નહિ. બાકી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂ છુટથી વેંચાય છે. જે સત્ય છે પણ અહી વાત એમ છે કે, વાણી સ્વતંત્રતાનો અધિકાર મળ્યા છે ભારતની જનતાને, તો જેમ તેમ બોલશો કે (વ્હોટસએપ યુનિવર્સિટીની પત્રકારિતા)ના અનુભવો પ્રમાણે લખશો તો કાયદો કાયદાનું કામ કરશે જ, જે એક સનાતન સત્ય છે બાકી રોફ જમાવવા જતા “આજ કાલ”ના ચાલુ થયેલા યુ ટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ સ્પષ્ટતા કરવી પડે છે. જે કોઈ સામે જુકે નહિ તે સાચો પત્રકાર જ હોય, અગર ખોટું કરે તો તેને પણ જુકવું પડે છે પણ જુકે એવા, જે ફ્કત તોડ કરવાના લક્ષમાં હોય, અધિકારીઓ સાથે સેટિંગ કરતા હોય, બાકી સાચો પત્રકાર ક્યારે જુક્સે નહિ. “આજ કાલ” યુ ટ્યૂબ ન્યૂઝ ચેનલ લિંકમાં વાયરલ કરાયેલા સમાચારને નોટિસ અપાઇ છે. ભલે પછી તેઓ ભૂજથી અનેક કિલો મિટરો દૂરથી દોરી સંચાર કરતા હોય..! નોટીસનો જવાબ તો આપવો જ પડશે. તારીખ 27/2/2023, ના અપાયેલી નોટિસનો જવાબ જો 7 દિવસમાં નહિ અપાય તો RTO કચેરી દ્વારા લિગલી એક્શન લેવાની પણ તૈયારી બતાવાઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334