Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ નજીક પહોંચી પોલીસ : સમધોઘા ગામેથી બે શકમંદોને ઉઠાવાયા…?

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ પ્રશાસન દ્વારા આજે આકાશ પાતાળ એક કરી નાખ્યાની સાથે હવે ફરાર આરોપીઓ પોલીસના રડારમાં આવી ગયાનું જાણવા મળે છે આ ઉપરાંત આજે પશ્ચિમ કચ્છ પોલીસની એક શાખાએ સમાઘોઘા ગામેથી બે યુવાનોને ઉપાડી લીધાનું જાણવા મળે છે આ બંને યુવાનો ફરાર આરોપી પોલીસ કર્મચારીઓના સંપર્કમાં હોવાની વિગતો બહાર આવી રહી છે તેમની પૂછપરછમાં હવે આરોપીઓના સગળ મળે તેવી પૂરેપૂરી શકયતા જોવાઈ રહી છે સમાઘોઘા ગામે આજે સવારે 11-30 વાગ્યાનાં અરસામાં શકમંદ બે યુવાનોને ઉઠાવાયા હોવાની વિગતો જાણવા મળે છે આ બંને યુવાનો સાથે આરોપીઓ સંપર્કમાં રહીને ગામમાં અને સમાજમાં શું શું ગતિવિધિ થઈ રહી છે તે અંગેની રજેરજની માહિતી મેળવતા હોવાની વિગત ચર્ચાસ્પદ બની છે જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ વિગતો બહાર આવી નથી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીધામ ખાતે કોવીડ-૧૯ ન્યુ હરી ઓમ હોસ્પિટલનું લોકાર્પણ

Kutch Kanoon And Crime

રાપરના ભુટકીયા ગામે પતિએ પત્નીની હત્યા કરી દેતા બે સંતાનો નોંધારા બની ગયા

Kutch Kanoon And Crime

મુન્દ્રામાં ગાંજાનું વાવેતર : વાડી માલિક પકડાયો

Leave a comment