Kutch Kanoon And Crime
Breaking NewsGujaratPolitics

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન : રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલનું આજે અમદાવાદ ખાતે નિધન થતા રાજકીય વર્તુળોમાં. સોકની લાગણી ફેલાઇ છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપના મૂળિયા મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો શ્રી પટેલ આર.એસ.એસ. સાથે જોડાયેલા હતા અને ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન રાજ્યના વિકાસમાં સતત પ્રવૃત્ત રહ્યા હતા કચ્છમાં 26 જાન્યુઆરી 200ના ભૂકંપ વખતે કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન હતા અને તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના કચ્છને બેઠું કરવા સરકારી તમામ મશીનરી લગાવી દીધી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાનશ્રી કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી એવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આદરણીયશ્રી કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. આદરણીયશ્રી કેશુભાઈના નિધનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. દરમિયાન જાણવા મળતી માહિતી પ્રમાણે આજે ભાજપાના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપાએ પેટા ચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

વાયોર પોલીસએ અસામાજિક તત્વો સામે કડક પગલા લીધા…

પર પ્રાંતિયોના આગમન સાથે ક્ચ્છમાં ક્રાઇમના કિસ્સા વધ્યા..! 38 વર્ષીય પરપ્રાંતીય યુવકે સગીર સાથે દુષ્કર્મ આચર્યું

Kutch Kanoon And Crime

ગઢસીસા ગામે સીસી રોડ બનાવવા પ્રશ્ને બે જૂથો વચ્ચે મારામારી

Kutch Kanoon And Crime

Leave a comment