પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ આઇ.જી., જે.આર મોથાલીયા તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજ જે.એન. પંચાલ ભુજ વિભાગની સૂચનાથી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. ભટ્ટ મુન્દ્રાની સૂચનાથી પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને પ્રદ્યુમનસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ભોરરા તેમજ ડેપા ગામમાં રેડ કરતા જુગાર રમી રહેલા 11 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
તો ડેપા ગામમાં જુગાર રમી રહેલા 6 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવેલ હતા આ ઝડપાયેલા આરોપીઓમાં મહાવીરસિંહ હનુભા જાડેજા, મહિપતસિંહ સ્વરૂપસિંહ જાડેજા, હરપાલસિંહ સરદારસિંહ જાડેજા, દિલુભા ભીખુભા જાડેજા, અજીતસિંહ મેઘુભા જાડેજા, જયદીપસિંહ જીલુભા જાડેજા, ગોપાલસિંહ બનુભા જાડેજા, સુરેશસિંહ મેઘુભા જાડેજા, હરદીપસિંહ સરદારસિંહ જાડેજા, રમેશસિંહ વખુભા જાડેજા, જીતેન્દ્રસિંહ રણછોડજી વાઘેલા ભોરાર ગામેથી ઝડપાઇ ગયા હતા તેમની પાસેથી 99,400/- નો મુદામાલ ઝડપાયો હતો તો વધુમાં રાણુભા નારૂભા સોઢા, ભીખુભા રાસુભા જાડેજા, ઉમેશ શામજી જોશી, નીરવ શામજી મારુ, પ્રતાપસિંહ જટુભા જાડેજા, દિનેશ વિરજી રાજગોર, વગેરે ડેપા ગામેથી 36,700/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.જે. ભટ્ટની સૂચના સાથે પો.હેડ. કોન્સ. શક્તિસિંહ ગોહિલ તેમજ પ્રદ્યુમનસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ ઝાલા, અશોક કનાદ, પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા જોડાયા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)