Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા કસ્ટોડીયન ડેથ મામલે ગણતરીના સમયમાં આરોપીઓ હાજીર હો ના સંકેત… સુત્રોમાંથી મળતી માહિતી

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલી કસ્ટોડિયન ડેથ ઘટના મામલે ફરાર થઈ ગયેલા ત્રણ આરોપી પોલીસ કર્મચારીઓ ન પકડાતા કચ્છી ચારણ-ગઢવી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે અને ગઢવી સમાજ દ્વારા પોલીસ પ્રશાસન ને ફરાર આરોપીઓ ૩૬ કલાકની અંદર પકડી પાડવાની માંગણી સાથે ૩૬ કલાકમાં આરોપીઓ ન પકડાય તો ગઢવી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન સાથે લડત આપવાનો નિર્ણય લેવાતા પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને ફરાર આરોપીઓને પકડી પાડવા ૭૨ કલાકની મહેતલ અપાતાં પોલીસ પ્રશાસન ફરાર આરોપીઓને પકડી પાડવા દોડતું થઇ ગયું છે. દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગઢવી ચારણ સમાજે ઉગ્ર રૂપ ધારણ કરતાં કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ રાતોરાત હાજર થાય તેવા અણસાર મળી રહ્યા છે માહિતગારોના જણાવ્યા પ્રમાણે ફરાર થયેલા ત્રણેય આરોપી પોલીસ કર્મી એક ખુબ મોટું માથું ગણાતા અને વગદાર વ્યક્તિની સુરક્ષિત જગ્યાએ હોવાની સનસનીખેજ વિગતો સૂત્રો દ્વારા બહાર આવી રહી છે જે ગઢવી સમાજની વાયરલ થયેલી વિડિઓ કલીપથી જાણવા મળે છે અને હવે ગઢવી સમાજનું આ રૂખ જાણીને આ આરોપીઓને પોલીસ સામે હાજર કર્યા સિવાય છૂટકો ન રહેતા આ આરોપીઓ રાતોરાત પોલીસ સમક્ષ પ્રગટ થાય તેવા અણસાર મળી રહ્યા છે કારણ કે આ મામલો ઉગ્ર રૂપ ધારણ કરતા પશ્ચિમ કચ્છ એસ.પી. અને સરહદી રેન્જ આઇ.જી. દ્વારા ફરાર આરોપીઓને આશરો આપનારાઓ જે પણ હશે તેની સામે પણ ગુનો દાખલ થાય તેવું જાણવા મળી રહ્યું છે આખરે ગણત્રીના કલાકોની અંદર જ ગોઠવણ થઇ રહ્યાના અણસાર મળી રહ્યા છે અને આ રીતે ફરાર આરોપી પોલીસ કર્મચારીઓને આશરો આપનાર વ્યક્તિ પોતાના ગળામાં આવતા કાયદાના ગાળિયામાંથી છટકવા માંગે છે ત્યારે પોલીસ પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓએ પણ આ ફરાર આરોપીઓને આશરો આપનાર કોણ છે તેની ઝીણવટ પૂર્વકની તપાસ કરી રહી છે જે સનસનીખેજ વિગતો આવવાની શક્યતા પણ નકારાતી નથી.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

જોજો હો… અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ધીરજ ખૂટયા કાર્યકરો સેલ્ફીના ચક્કરમાં પ્રચાર માટે આવતા ઉચ્ચ કક્ષાના નેતાઓનો ફેરો ફોગટ ન કરી દે…

Kutch Kanoon And Crime

ભુજના સુમરા ડેલી પાસેના વિસ્તારમાં શ્વાન લાડુ સમજી બટકું ભર્યુ અને થયું બ્લાસ્ટ…

Kutch Kanoon And Crime

કચ્છનું નામ રોશન કરતાં ડો. અંકિત જાની ઇંગ્લેન્ડમાં સેવા આપી રહ્યા છે

Kutch Kanoon And Crime

Leave a comment