Kutch Kanoon And Crime
GujaratPoliticsSpecial Story

ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ અને સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા બદલ સાંસદશ્રી વિનોદ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની રજૂઆતથી ગુજરાતનાં દરેક સાંસદશ્રીઓને મતક્ષેત્રનાં વિકાસ અર્થે તથા માર્ગ નિર્માણ હેતુ ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે બદલ આજરોજ દિલ્લી સ્થિત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને સૌ સાંસદશ્રીઓએ તેઓનો તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો તેમ કચ્છ મોરબીનાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. રાજ્યનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે દરેક સાંસદોને ગ્રાન્ટ ફાળવવા માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રોડ, રસ્તા માટે દરેક સાંસદ સભ્યો માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવી આપ્યાં છે તે માટે કચ્છનાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આભાર માન્યો હતો. આ નિર્ણય બાદ દિલ્લી ખાતે લોકસભાનાં સાંસદશ્રીઓએ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની બધા સાંસદોએ મુલાકાત લઈ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

આને કહેવાય કામગીરી… અંજાર પી.આઈ., રાણાના લીધે અસ્થિર મગજના યુવાને પરિવાર પાછો મેળવ્યો

Kutch Kanoon And Crime

NIAનો સફળ ઓપરેશન : પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં આવેલ મુન્દ્રાના એક શખ્સને ઉપાડ્યો

Kutch Kanoon And Crime

ભુજમાંથી ગેર કાયદેસર દેશી બંદૂક બનાવવાનું કારખાનું મળી આવ્યું : એક ઇસમ ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment