(પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ જન જાગૃતિ અભિયાન રથનું વર્ચુયલ પ્રસ્થાન કરાવશે)
પોતાની સુરક્ષા અને બીમારી નો પ્રસાર સીમિત કરવા માટે કોવિડ – 19 માટે સરકારશ્રી ની ગાઈડ લાઇન ના અમલ અને વેકસીન લેવાની ખાસ જરૂરત ને ધ્યાનમાં રાખી સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણાથી વિનોદ ચાવડા ફેન કલબ ભુજ અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્યથી “કોરોના વેક્સિન જન જાગૃતિ અભિયાન” તારીખ ૧૨/૦૧/૨૧ વિવેકાનંદ જયંતિથી કોરોના મહામારી નેસ્ત નાબૂદ થાય ત્યાં સુધી જન જાગૃતિ રથ કચ્છના દરેક તાલુકા અને માળીયા મોરબી ફરતો રહેશે. દરેક જણ કોરોના રસીનો લાભ લે તેવી અપીલ સાથે સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો દિઘ્ર દ્રષ્ટિ સમયસરના પગલાને કારણે વૈશ્વિક મહામારી કોરોના સામે ભારતે જંગ જીત્યો છે. હવે તેને નેસ્ત નાબુદ કરવા વેકસીન આવેલ છે. તેનો લાભ દરેક જન જન સુધી પહોંચવા સરકારે પગલાં લીધા છે. ૧૬ મી જાન્યુઆરીથી રસી આપવાનું શરૂ થશે “આત્મ નિર્ભર ભારત” ની યોજના અંતર્ગત ભારતમાં બનેલ રસી ભારતની સાથે વિશ્વના દેશોમાં પણ નિર્યાત થશે. તારીખ ૧૨/૦૧/૨૦૨૧ વિવેકાનંદ જન્મ જયંતિ દિને જનજાગૃતિ અભિયાન રથનું પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદ શ્રી C.R.Patil વર્ચુયલ પ્રસ્થાન કરાવશે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, ભુજ ધારાસભ્યશ્રી નિમાબેન આચાર્ય, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કન્નર સાહેબની ઉપસ્થિતિમાં રથ સવારે ૯ : ૩૦ વાગ્યે સરકીટ હાઉસ ભુજ ખાતેથી પ્રસ્થાન કરશે જે પ્રથમ ભુજ તાલુકાનાં દરેક ગામોમાં વિચરશે, વિનોદ ચાવડા ફેન કલબ ભુજની આગેવાની હેઠળ રથના સૌજન્ય દાતા કચ્છ સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદ ચાવડા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ તેનું લાયઝિંગ કરી માર્ગદર્શન આપશે.
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334