Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchSpecial Story

સુથરીના દરિયાકાંઠે ગઈકાલે દરિયામાં નાહવા પડેલા નલિયા એરફોર્સમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ અને તેની પત્નીના ડૂબી જવાથી મોત

અબડાસાના સુથરી દરિયા કિનારે ફરવા આવ્યા બાદ દરિયામાં નાહવા પડેલા નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફલાઇટ લેફ્ટનન્ટ અને તેમના પત્ની દરિયાના ઊંડા પાણીમાં તણાઈ ગયા બાદ બંનેના મોત થયા હતા. મૂળ સિકંદરાબાદના અને નલિયા એરફોર્સ ખાતે ફરજ બજાવતા ફ્લાઇટ લેફ્ટનન્ટ પ્રભુદેવ આનંદદેવ ઓઝા પોતાના મિત્રો સાથે સજોડે આવ્યા બાદ પ્રભુદેવના પત્ની નેહલ ઓઝા દરિયામાં નાહવાની મજા લેતા હતા ત્યારે નેહલબેન દરિયાના મોજામાં તણાઈ જતા પત્નીને બચાવવા માટે પ્રભુદેવ ઓઝાએ તણાંઇ જતી પત્નીને બચાવવા જતા બને પતિ-પત્ની ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા નલિયા એરફોર્સના અધિકારીઓ કોઠારા પોલીસ વગેરે દોડી આવ્યા હતા અને ડૂબી ગયેલ દંપતિની શોધખોળ હાથ ધરી હતી બાદમાં રાત્રે 11 : 00 વાગ્યાના અરસામાં બંને પતિ-પત્નીના મૃતદેહ હાથ લાગ્યા હતા. આ ઘટનાના પગલે નલિયા એરફોર્સ સ્ટેશનમાં સન્નાટા સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે પ્રભુદેવ ઓઝા ફ્લાઈટ લેફ્ટનન્ટ હતા જેમના અચાનક મૃત્યુથી સૈન્યને પણ નુકસાન થયું છે. કારણ કે ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે પસંદગી પામનાર યુવાનો પાછળ સરકારે પણ લાખો રૂપિયા ખર્ચ કરવો પડે છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Kutch Kanoon And Crime

મુન્દ્રા માંડવી હાઈવે પર એક દિવસમાં બીજા અકસ્માતે વધુ એક ભોગ લીધો

Kutch Kanoon And Crime

ચકચારી હની ટ્રેપ મામલામાં આરોપી એડવોકેટ કોમલ જેઠવાએ આગોતરા જામીન માંગ્યા : આવતીકાલે સુનાવણી

Leave a comment