પૂર્વ કચ્છના કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં (SRP)ના મરીન કમાન્ડોએ ઑટોમેટીક ગનથી આત્મઘાતી પગલું ભરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આત્મઘાતી પગલું ભરનાર મહેશ દેવજીભાઈ ચૌહાણ, કારડીયા રાજપૂત, ઉ.વ.36એ ગઈ કાલ અંજારના મકલેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલી શિવધારા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બનાવ રાત્રીના અરસામાં પ્રકાશમાં આવ્યો હતો. મૃતક જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના બાજુનો વતની હતો. આ જવાન યુનિફોર્મ પહેરેલો હતો અને બૅડ પર તે મૃત હાલતમાં માથા પાછળ તકિયા મૂકી ગનને હડપચી નીચે રાખી ટ્રિગર દબાવી દીધું હતું તેવું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસના જણાવ્યા પ્રમાણે ગોળી મહેશના માથાને ફાડીને સીધી છત સાથે જોશભેર ટકરાઈ હતી જેમાં છતનું પોપડું ઉખેડી નીચે પડ્યું હતું. મહેશ પરિણીત હતો અને એક દિવસ અગાઉ જ તે વતનથી અંજાર પરત ફર્યો હતો. તો મહેશના મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
સ્ટોરી અંજાર બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334