મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના એક આરોપી એવા સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાના સ્થાનિક કોર્ટમાં જામીન ના મંજૂર થયા બાદ તેઓ દ્વારા હાઇકોર્ટમાં જામીન માટેની કરાયેલી અરજી કોઈ અકળ કારણોસર પાછી ખેંચી લીધી હતી. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં જયવીરસિંહ જાડેજા વતી રેગ્યુલર જામીન માટેની અરજી કરાઈ હતી આ અરજી તેઓના વકીલ મારફતે રાખવામાં આવી હતી જે નામદાર હાઇકોર્ટનો નિર્ણય આવે તે પહેલા આજે તેઓના વકીલ મારફતે પાછી ખેંચી લેવાઈ છે. નોંધનીય છે કે મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના ત્રણ આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓ બે મહિના સુધી ફરાર રહ્યા બાદ તાજેતરમાં જ ભાવનગર ખાતેથી ઝડપાયા છે જેઓ હાલ રિમાન્ડ પર છે. ત્યારે એક આરોપી એવા સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેઓને ખોટી રીતે સંડોવી દેવાયો છે તેવા આરોપ સાથે ભુજ ખાતે સમાઘોઘા ક્ષત્રિય યુવા સંગઠનના નેજા હેઠળ રેલી કાઢવામાં આવી હતી જેના ચારણ ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યાર બાદ ગઢવી અને ક્ષત્રિય સમાજના જવાબદાર વ્યક્તિઓને કાયદા પર વિશ્વાસ હોઈ કાયદો કાયદાનું કામ કરશે. ત્યારે આવેદનપત્ર વખતે ક્ષત્રિય સમાજમાંથી કોઈ એવું જવાબદાર વ્યક્તિ સામાજિક રીતે આગળ આવ્યું નહોતું જેની નોંધ લેવામાં આવી હતી. તો સમાઘોઘાના યુવા સંગઠનના નેજા હેઠળ યોજાયેલ આવેદન પત્રના ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હાલ જયવીરસિંહ જાડેજા દ્વારા વકીલ મારફતે રાખવામાં આવેલ હાઈ કોર્ટમાં જામીન અરજી પાછી ખેંચાતા આ પ્રકરણમાં રિમાન્ડ પર રહેલા ત્રણ પોલીસ કર્મચારીઓ પાસેથી વધુ કઈ ચોંકાવનારું બહાર આવે તેવી શકયતા જોવાઇ રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334