Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

પ્રજા અને પોલિટિક્સ વચ્ચે પીસાઇ રહી છે “પોલીસ”

કોરોના મહામારી હોય કે ગમે તેવી કપરી પરિસ્થિતિ હમેશા પ્રજાની પડખે ઉભી હોય એ “પોલીસ” તેમ છતાં પોલીસ પર જ માછલા ધોવાય છે..? કોઈએ ક્યારે એમ વિચાર્યું કે પોલીસ પણ ઇન્સાન છે, તેઓનો પણ પરિવાર છે, તેમને પણ રિસ્પેક્ટ જોઈએ. પણ આપણે તો ગમે તે થાય દોષનો ટોપલો “પોલીસ” પર ઢોળી દઈએ છીએ. કોરોના મહામારીની જો વાત કરીએ તો સૌથી વધુ અને જીવના જોખમે કામ કરતું હોય એ “પોલીસ” છે હા મેડીલ ક્ષેત્ર સાથે સંકળાયેલા પણ કોરોના કાળમાં જીવના જોખમે ફરજ બજાવે છે પણ સૌથી વધુ અગર જોઈએ તો ફક્ત અને ફક્ત “પોલીસ” છે જે જીવન જોખમે ફરજ બજાવે છે. ઉદાહરણ આપીએ તો મેડિકલ ક્ષેત્ર વાળા હોસ્પિટલમાં આવતા દર્દીઓને શુ થયું છે તેની ટેસ્ટિંગ કરે છે પછી દર્દીઓની ટ્રીટમેન્ટ કરે છે. પણ “પોલીસ” જ્યારે ચેકીંગ કરતી હોય ત્યારે તેઓને એમ પણ ખબર નથી હોતી કે આવનાર કોણ છે..? શુ થયું છે..? કોરોના દર્દી પોઝિટિવ છે કે શું..? આ સમય સૌથી વધુ રિસ્ક ફક્ત “પોલીસ” ને હોય છે. “પોલીસ” દિવસ રાત જોયા વગર ફરજ બજાવે છે જેમાં અગર કોઈ પોલીટીકલ પાર્ટીના વ્હાલાઓને ચેકીંગ માટે રોકે તો તેઓને ઘણું બધું સાંભળવુ પડે છે. પોલીટીકલ પાર્ટી નિયમ બનાવી પ્રજાના માથે ઠોકી દે છે પણ હકીકતે આ નિયમ પ્રજા સમક્ષ અમલ કરાવવા પોલીસને ક્યાંક ઈમોશનલ તો ક્યાંક કડક રૂપ પણ બતાવવું પડે છે અને હા બતાવવું પણ જોઈએ. ક્ચ્છની વાત કરીએ તો ક્ચ્છમાં પ્રજાના પ્રતીનીધી બનવા આવેદનપત્રના નેજા હેઠળ સંગઠનો બનાવી કે રાજકીય પાર્ટીના બેનરો નીચે પોતાને સર્વોપરી માની લે છે એવા નેતાઓની ક્યારે પણ કમી જોવા નથી મળી અને આવા પોલિટિક્સના હોદામાં “પોલીસ”નું અપમાન પણ કરી નાખે છે જે વાત કડવી પણ સત્ય છે.  “પોલીસ” તો એની ફરજ અદા કરે છે. ધ્યાન રાખજો “પોલીસ”ને લો એન્ડ ઓર્ડર પર ચાલવું પડે છે. હવે આ લો એન્ડ ઓર્ડરમાં ક્યારેક પોલીસને પોલિટિક્સનો ભોગ બનવુ પડે છે જેના ઘણા બધા કિસ્સા ક્ચ્છમાં સામે આવ્યા છે. કોઈ નાના માણસને કે રાહદારી એકલ ડોકલને ટ્રાફિક પોલીસ કર્મચારી રોકે તો રાહદારી ભડકી જાય અને “પોલીસ”ના માન સન્માનની પરવા કર્યા વગર જેમ તેમ વર્તન કરે છે. તો કોઈ ટ્રાફિક પોલીસ કર્મચારીએ કોઈ પોલિટિક્સ નેતાના સગા કે સ્નેહીને રોકયું તો તે ટ્રાફિક પોલીસ કર્મચારીનું ટ્રાન્સફર કે પોઇન્ટ બદલી થઈ જાય છે. “પોલીસ”નો તો બન્ને બાજુ મરો છે. એક વાત યાદ રાખજો અને સમજજો, કે કોઈ નેતા કે અભિનેતા કે કોઈ પણને જો ભારતના બંધારણ પ્રમાણે જે છૂટ છાટ (લોકતંત્રના કાયદા પ્રમાણે જેમાં કોઈ પણ ભારતીય નાગરિક અવાજ ઉઠાવી શકે છે) મળી છે તો બીજી બાજુ એ પણ સમજજો , કે જે “પોલીસ” કોઈ કોન્સ્ટેબલ કે અધિકારી લેવલના કર્મચારીઓ છે તેઓને ભારતના બંધારણ પ્રમાણે કેટલી સતા હસે. પણ ક્યારે કોઈ “પોલીસ” અધિકારી કે કર્મચારીએ ખોટું પગલું કે ખોટી રીતે કોઈને હેરાન નહીં કર્યું હોય. હાલમાં સમયમાં તો પોલીટિક્સ અને પ્રજા વચ્ચે ફક્ત અને ફક્ત “પોલીસ” પીસાઈ રહી છે. “પોલીસ”ને સન્માન આપો. એ પણ સાચા અને પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

મુંબઇથી માંદરે વતન ક્ચ્છ તરફ આવનાર દરેક મુંબઇઘરા કચ્છીજન નિયમનું પાલન કરે : માંદરે વતનમાં તેમનું સ્વાગત છે

પૂર્વ કચ્છ અંજાર પોલીસે અખાધ સડેલો ગોળ 1,27,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવામાં આવી

Kutch Kanoon And Crime

Leave a comment