(સામખિયાળી પોલીસ સ્ટેશનની ઊંઘ ઉડાડી દીધી : અળધા કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડ્યો)
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છની સુચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તારમા પ્રોહીની બદીને નેસ્તનાબૂદ કરવા ખડે પગે રેંજની ટિમ તૈયાર હતી તે જ વખતે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળતા બતમીવાળી જગ્યા જય દ્વારકાધીશ હોટલની સામે રોડ પરથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૦૬૬૮ જેની કીમત રૂપીયા ૪૪,૩૫,૫૦૦/- પકડી પાડી કાબીલેદાદ કામગીરી કરેલ હતી જેમાં એક ટ્રક “જી. જે ૧૪ ડબલ્યુ ૩૩૯૭” કીમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા એક મોબાઈલ ફોન કિ.રૂ ૫૦૦૦/- પણ કબ્જે કરી એમ કુલ્લે કિમત રૂપિયા ૫૪,૪૦,૫૦૦/-નો મુદ્દામાલ પકડી પાડ્યું હતું. રેડ દરમ્યાન જસરાજ ઊર્ફે જશુ ગુમનારામ પાબડા (જાટ) ઊ.વ.૨૨ રહે- ગામ- નીમ્બાસર વિસ્તાર શિવગામ તા- બાડમેર જિલ્લો- બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડેલ હતું જયારે નાસી ગયેલ આરોપી (1) રમેશ કુમાર જાટ (ચૌધરી) (2) સુરેશ ચૌધરી (ચૌહટન)નો સમાવેશ થાય છે. આ કાબીલેદાદ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર બી.એસ. સુથાર, પોલીસ સબ ઇન્સ્પેકટર જે.એમ. જાડેજા એન.વી. રહેવર, એ.એસ.આઇ દિલાવરસિંહ ભાટી, નરપતસિંહ, પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, પો. કોન્સ ભાવિનભાઈ બાબરીયા, જનકભાઈ લકુમ, સામતાભાઈ પટેલ, ખોડુભા ચુડાસમા, તેમજ સામખિયાળી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સાથે જોડાયેલ હતો.
સ્ટોરી : અંજાર બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334