Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutch

આજે ભૂજ ખાતે કોવીડ વેકસીન માટે ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સની બેઠક યોજાઈ

આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટરશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ જિલ્લામાં કોવીડ વેકસીન માટેની ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ (ડીટીએફ) ની કામગીરી માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટે દરેક સ્તરે ગવર્નન્સ અને એકાઉન્ટલીલીટી મિકેનિઝમ, કોવીડ અને તેની રસી માટે જિલ્લા સિરુવલોકન, કોવીન રસી પોર્ટલ, વેકસીનેશન સેશન સાઈટ, એઇએફઆઇ સર્વેલન્સની ક્ષમતાઓ અને વેકસીન કામગીરીમાં આવનાર પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારી વ્યવસ્થા આરોગ્ય ગોઠવણ, નેશનલ એક્ષપર્ટગ્રુપ ઓન વેકસીન એડમીનીસ્ટ્રેશન ફોર કોવીડ-૧૯, (NEGVAC) સ્ટ્રેટ સ્ટ્રીરીંગ કમિટી, વિવિધ સ્તરની કોવીડ-૧૯ની ટીમોની કામગીરી, કોવીડ-૧૯ના સંક્રમણના વિવિધ તબકકા અને સાવચેતીના પગલાં તેમજ જિલ્લા માટે પ્રાથમિક સ્તરે વેકસીન માટે નકકી કરાયેલ વયગ્રુપની વિગતો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર સર્વશ્રીઓ આરોગ્ય અધિકારી તેમજ સબંધિત અધિકારી, કર્મચારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

પ્રકાશિત – નિતેશ ગોર : 9825842334

Related posts

ભલ ભલાની રિમાન્ડ લેનારા ત્રણે પોલીસ કર્મચારીઓ આજે પોતે 9 દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

ઢોરી ગામમાં પ્રેમ સંબંધમાં યુવતીની હત્યાથી ચકચાર…

Kutch Kanoon And Crime

ક્ચ્છી અલ તુર્કી નિજવા ROP સાઈડ સ્થિત કંપનીના તગડા નિયમના કારણે એક ભારતીય કામદારનું મૃત્યુ..? : જેના કારણે કંપનીમાં કામદારોની હડતાલ

Kutch Kanoon And Crime

Leave a comment