પૂર્વ ક્ચ્છના અંજાર તાલુકામા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષના ગાળામાં અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થાનો આજે તાલુકાના શીણાય ગામનીં સીમમાં અંજાર પોલીસ દ્વારા અંદાજીત બે વર્ષના આડા ગાળામાં પકડવામાં આવેલ ઇંગ્લીશ દારૂની 6980 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.
જેની અંદાજીત કિંમત રૂપિયા ચોવીસ લાખનો જથ્થો હોવાનું અંજાર પ્રાન્ત અધિકારી ડૉક્ટર વિમલ જોષી, નાયબ પોલીસ અધીક્ષક વાધેલા, પી આઈ. જાડેજા, પીએસઆઇ વાહુનિયા. નશાબંધી ખાતાના બી.એસ. ડામોર, પોલીસ હેડ કોન્સ્ટેબલ માધાભાઇ ચૌધરી, રાજેશભાઇ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ નાનજીભાઇ ચાવડા તેમજ દીગુભા જાડેજા હાજર રહ્યા હતા.
અહેવાલ : દિનેશ જોગી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334