આજે ગાંધીધામ ખાતે આવેલ રેડિશન હોટેલ ખાતે ગાંધીધામ સ્ટેટ ટેક્સ બાર એસોસિએશનની મળેલી મિટિંગમાં ગળપાદર ગામના સામાજિક કાર્યકર્તા અને નાગાબાવા ટ્રસ્ટના પૂર્વ મંત્રી તથા ગાંધીધામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ નાગુભા જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી. શ્રી ભરતસિંહ જાડેજાની બિન હરીફ પ્રમુખ તરીકે વરણી થતાં તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. જોકે ભરતસિંહ સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ દ્વારા અનેક સંસ્થાઓ સાથે રહી સેવાકીય પ્રવૃત્તિ પણ ચલાવવામાં આવે છે. તેઓની નિમણુક થતા સામાજિક, રાજકીય તેમજ પારિવારિક શુભેચ્છાઓ મળી રહી છે.
અહેવાલ – દિનેશ જોગી દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334