પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજની સૂચના અને પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘની રાહબરી પ્રમાણે મુન્દ્રા પી.આઈ. જે.એ. પઢીયારના માર્ગદર્શન મુજબ મુન્દ્રા પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે મુન્દ્રામાં આવેલ અલકનંદા સોસાયટીમાં આવેલ એક જનરલ સ્ટોરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો છે તેની તપાસ કરતા આ બાતમી સાચી ઠરતા પોલીસે રેડ કરી ઇંગ્લીશ દારૂની 85 બોટલ કબ્જે કરી દારૂ વેંચનાર જનરલ સ્ટોરના સંચાલક એવા જયદીપસિંહ પ્રવિણસિંહ વાઘેલા હાલ મુન્દ્રા અને મૂળ રહેવાસી ગામ ઘનાળા તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ વાળાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ રેડ દરમ્યાન 44,750/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં મુન્દ્રા પી.આઈ., જે.એ. પઢીયાર, પી.એસ.આઈ., બી.જે. ભટ્ટ, પો.હેડ. કોન્સ. શક્તિસિંહ ગોહિલ, જયેન્દ્રદ્રસિંહ ઝાલા, અશોક કનાદ, મુકેશ ભાડકા, પો.કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, કપિલ દેસાઈ, ગફુરજી ઠાકોર સાથે રહ્યા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334