Kutch Kanoon And Crime
GujaratAbdasaKutchPolitics

1-અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં લઘુમતી આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવ્યો

અબડાસા 1-વિધાનસભા પેટા ચૂંટણીના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રધુમનસિંહ જાડેજાના સમર્થનમાં અને તેમના પ્રચાર અર્થે ગુજરાત હજ કમિટીના ચેરમેન શ્રી મોહમ્મદ અલી કાદરી, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશના સંયોજક ઝહીર કુરેશી, લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કચ્છના સંયોજક અમીરફૈઝલ મીરખાન મુતવા, મોહમ્મદશાહ શેખ, લધાભાઈ કેવડ, અકબરભાઈ રાઉમા, દ્વારા તારીખ 18/10 થી 23/10 દરમિયાન અબડાસા, નખત્રાણા તેમજ લખપત તાલુકાના ગામડાઓમાં જઇને ગ્રુપ મીટીંગ કરવામાં આવી હતી નખત્રાણા તાલુકાના અગ્રણીઓ સાથે ગ્રુપ મીટીંગ યોજી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી સાથે સાથે ભાજપના વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી આ ટીમ સાથે હિતેશ ખંડોર, લખપત તાલુકાના ચૂંટણી પ્રભારી જયંત માધાપરીયા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ સતત ફોન પર માર્ગદર્શન પુરું પાડ્યું હતું. અમીરફૈઝલખાન એમ. મુતવા કન્વિનરશ્રી મુસ્લિમ રાષ્ટ્રીય મંચની યાદીમાં જણાવાયું હતું.

અહેવાલ : અફસાના સૈયદ
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

જી.કે.જનરલ અદાણી હોસ્પિતલમાં બાળક બદલાઈ જવાની ઘટનાની તપાસ માટે આદેશ અપાયા

Kutch Kanoon And Crime

ભુજના હૃદયસમાં હમીરસર તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

Kutch Kanoon And Crime

બેટી બચાઓ બેટી પઢાઓ – મિશન ખાખી કાર્યક્રમ કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી”

Kutch Kanoon And Crime

Leave a comment