મુંબઈના ઘાટકોપર ખાતે ગત શનિવારે લોટની ચકી પરથી લોટ લઈને પરત પોતાના ઘરે ફરતી શીતલબેન જીતેશ દામા નામની ભાનુશાલી પરિણીતાના મોત મામલે શંકા કુશંકાઓ વ્યક્ત કરીને મરણ જનાર યુવાતીની લાશ છેક 22 કિલોમીટર દૂર હાજીઅલી સુધી કઈ રીતે પહોંચી આ બાબતે તપાસ કરવા માંગણી કરાઈ છે અને પોલીસ દ્વારા પણ જ્યાં ઘટના ઘટી હતી એ અસલ્ફા વિસ્તારમાં ઘટનાસ્થળના સી.સી.ટી.વી. કેમેરા ચકાસી રહ્યા છે. શીતલબેનના પરિવારજનો અને ભાનુશાલી સમાજ દ્વારા એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શીતલબેન અસલ્ફા વિસ્તારમાં ગટરમાં પડી ગયા પછી તેમની લાશ છેક 22 કિલોમીટર દૂર કઈ રીતે પહોંચી છે..? ભાનુશાલી સમાજના આગેવાનો દ્વારા અને મરણ જનાર શીતલબેનના સ્વજનો દ્વારા આ અંગેની વિસ્તૃત તપાસ કરવાની માંગણી સાથે કંઇક અજુગતુ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે કારણકે ઢાંકણા વગરની ગટરમાં પડી ગયા પછી કોઈપણ વ્યક્તિની લાશ છેક 22 કિલોમીટર સુધી તણાઈ જાય એ મગજમાં ઊતરે તેવી બાબત નથી. મુંબઈમાં કોઈપણ વ્યક્તિની આખેઆખી લાશ ૨૨ કિલોમીટર તણાઈ જાય તેવી સિદ્ધિ લાઈનની ગટરો નથી. સામાન્ય કચરામાં ભરાઈ જતી મુંબઈની ગટરોમાંથી આખેઆખી લાશ તણાઇને 22 કિલોમીટર આગળ નીકળી જાય એ વાત કોઈના પણ ગળે ઉતરે તેવી નથી ત્યારે આ ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવે તો કંઈક ચોકાવનારી હકીકત સામે આવે તેવું અનુમાન લગાવવામાં આવે છે.
(શીતલબેનના સંતાનો તસ્વીર)
શીતલબેનના અકસ્માતે મોતના પગલે તેના બે સંતાનો 8 વર્ષનો પુત્ર અને 3 વર્ષની દીકરીના માથા પરથી માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. સમાજ દ્વારા આ અંગે તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334