Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ નશાબંધી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક 2000 ની લાંચ લેતા ઝડપાયા

આજે ભુજ ખાતે બહુમાળી ભવન માં આવેલી નશાબંધી અને આબકારી જકાત ખાતાની કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક પરમિટ રીન્યુ કરવાના બદલામાં રૂપિયા બે હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા સરકારી કર્મચારીઓમાં સનસની મચી ગઇ છે. એ.સી.બી.ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ ખાતે બહુમાળી ભવનમાં આવેલ નશાબંધી અને આબકારી જકાત ખાતાની કચેરીમાં દારૂની પરમીટ રિન્યુ કરવાના બદલામાં 2 થી 5 હજારની લાંચ લેવાતી હોવાની ફરિયાદ સામે આવી હતી આ દરમિયાન એક વ્યક્તિએ પોતાની પરમિટ રીન્યુ કરવાની હોય બહુમાળી ભવન ખાતે આવેલ કચેરીમાં ભુજ નશાબંધી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક 2000/- ની લાંચ લેતા ઝડપાયા અધિક્ષક પાસે અરજી કરેલી જે અનુસંધાને ઇન્સાન અધિક્ષક એવા મહેસાણા નશાબંધી ખાતાના અધિક્ષક વર્ગ-2ના અધિકારી આલાભાઇ મોહનભાઇ પરમાર સંબંધિત વ્યક્તિની પરમિટ રિન્યુ કરી આપવા ઉપરાંત રૂપિયા 2000/- ની લાંચની માંગણી કરેલ હોય અરજદારે બોર્ડર રેન્જ એ.સી.બી.ના નિયામક કે.એલ. ગોહિલ સમક્ષ ફરિયાદ કરતા શ્રી ગોહિલના માર્ગદર્શન હેઠળ ભુજ એ.સી.બી., પી.આઈ., એમ.જી. ચૌધરીએ છટકું ગોઠવેલું આ છટકામાં ઇન્ચાર્જ અધિક્ષક આલાભાઇ પરમાર ફરિયાદી પાસેથી રૂપિયા 2000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. બહુમાળી ભવનમાં લાંચના સફળ ઓપરેશનના પગલે સરકારી કર્મચારીઓમાં સનસનાટી મચી ગઇ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છના કોમી એકતાના પ્રતીક અને માનવતાના મસિહા એવા મુફ્તી એ આઝમ સૈયદ હાજી અહમદશા બાવાસાહેબની અલવિદા

Kutch Kanoon And Crime

અદાણી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનો જન્મદિન સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવાયો

Kutch Kanoon And Crime

આને કહેવાય કામગીરી… અંજાર પી.આઈ., રાણાના લીધે અસ્થિર મગજના યુવાને પરિવાર પાછો મેળવ્યો

Kutch Kanoon And Crime

Leave a comment