આઈ.જી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ શરદી રેન્જ ભુજ તેમજ પરીક્ષિતા રાઠોડ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામની રાહબરીમાં આડેસર પોલીસ સ્ટેશન ટગા ગામના થયેલ ગઈ તારીખ 23/7/2020 હત્યાનો બનાવ ટગા તાલુકો રાપર ગામે બનેલ જેમાં રબારી સમાજ તેમજ મુસ્લિમ સમાજ વચ્ચે ઝઘડો થયેલ અને આ બનાવ બાબતે વધારે કોઈ પરિસ્થિતિ ન બગડે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાના તમામ આરોપીઓને તાત્કાલીક પકડવા સુચના આપેલ જે અનુસંધાને કે.જી. ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા વી.આર. પટેલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ આ ગુનાના તમામ આરોપીઓને પકડવા લોકલ ક્રાઈમ બ્રાંચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ આડેસર પોલીસ સ્ટેશનને અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને આ ગુનાના આરોપીઓ પેકી આરોપીઓને રાઉન્ડઅપ કરેલ છે અને તેઓને covid-19 ના રિપોર્ટ કરવા તજવીજ ચાલુમાં હોઈ રાઉન્ડ અપ કરેલા આરોપીઓના નામ અને સરનામા આરોપી (1) હાજીભાઇ ફકીરમામદ હિંગોરજા, (2) તાર મામદ હિંગોરજા, (3) અબ્બાસ મામદ હિંગોરજા, (4) હાસમ સુલેમાન હિંગોરજા, (5) શેરમામદ અલી હિંગોરજા, (6) વલીમામદ ભુરાભાઈ હિંગોરજા, (7) રજબા કાસમ હિંગોરજા રહે તમામ ટગા તાલુકો રાપર વાળાઓને પકળી પાડવામાં આવેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાણા LCB પૂર્વ કચ્છ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ ટીમ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. જાડેજા આડેસર પોલીસ સ્ટેશનની ટીમે કામગીરી કરેલ હતી.
સ્ટોરી : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)