Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchLakhapat

લખપતના ગુનેરી ગામ નજીક મહિલાની હત્યા કરીને દાટી દેવાયેલી લાશની ઓળખ મેળવવા પોલીસનો પ્રયાસ

લખપત તાલુકાના ગુનેરી અને ઉમરસર ગામની વચ્ચે અજાણી સ્ત્રીની મળી આવેલી લાશના મામલે દયાપર પોલીસ દ્વારા સૌપ્રથમ મરણ જનાર મહિલાની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરાયા છે જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવેલ લાશ પાંત્રીસેક વર્ષની મહિલાની હોવાનું અને તેની હત્યા કર્યાની શક્યતા જોઈ રહી છે કુર્તી અને લેગીસ પહેરેલ આ મહિલા ક્યાની છે અને તેનું મોત કયા કારણે થયું છે

(મહિલાએ પહેરેલ દાગીના નાકની રિંગ અને કાનના બુટીયા)

તેનો તાગ મેળવવા દોળધામ આરંભાઈ છે દયાપર પી.એસ.આઇ., એ.એમ. ગેલોત આ બનાવની તપાસ કરી રહ્યા છે અને આજે દયાપર સહિત તાલુકાના ગામડાઓમાંથી કોઈ મહિલા ગુમ થયેલ છે કે કેમ તે અંગે વ્યાપક તપાસ હાથ ધરાઇ હતી પરંતુ સ્થાનિક કોઈ મહિલા ગુમ હોવાની હકીકત હજી સુધી સામે આવી નથી ત્યારે આ મહિલા બહારની હોવાની શક્યતા જોવાઇ છે પરંતુ આ મરણ જનાર મહિલા બહારની હોય તો પણ આ વિસ્તાર સુધી કઈ રીતે પહોંચી છે એ પણ એક સવાલ છે તો બીજી તરફ મરણ જનારે પહેરેલા કપડા પ્રમાણે પંજાબ વિસ્તારની મહિલા હોવાની આશંકા સાથે નરા સુધી તપાસ હાથ ધરાઇ છે આ ઘટનાનો ભેદ પણ ઉકેલાઈ જશે તેવી આશા પોલીસ સેવી રહી છે દરમિયાન મરણ જનારની તસવીરો જાહેર કરીને પોલીસે કોઈ ઓળખતું હોય તો દયાપર પોલીસ ઇન્સપેક્ટર એ.એમ. ગેલોત, 9429028319 પર અથવા 02839 233333 પર સંપર્ક કરવા જણાવાયુ છે. અથવા આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ફરાર આરોપીઓને આશરો આપનારાઆે જે કોઈ હશે તેની સામે પણ કાનૂની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકની સુચના…

Kutch Kanoon And Crime

ક્સ્ટોડીયલ ડેથ કાંડના પોલીસ કર્મચારી આરોપી ગફુરજી ઠાકોર અને GRD જવાનના 18/2 બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર

Kutch Kanoon And Crime

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Kutch Kanoon And Crime

Leave a comment