પોલીસ મહાનિર્દેશક શ્રી જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભૂજના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને આર.આર.સેલ સરહદી રેન્જ ભૂજના પો.ઇન્સ શ્રી બી.એસ.સુથાર તેમજ પો.સબ.ઇન્સ શ્રી પી.કે.ઝાલાના માર્ગર્દશન હેઠળ હેડ.કોન્સ ભૂરાજી નાગજીભાઇ, હેડ.કોન્સ દિલાવરસિંહ પ્રતાપસિંહ, પો.કોન્સ પ્રકાશચંદ્ર અમૃતલાલ, અમરતભાઇ હાથીભાઇ થરાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી મુજબ થરાદથી જેતડા તરફ એક શંકાસ્પદ સ્વીફટ ગાડી આવે છે
જે બાતમી મુજબ ગાડી આવતા મલુપુર હેલીપેડ પાસે નાકાબંધી કરતા સ્વીફટ ગાડી નં. (GJ-01-RJ 1854 GF) ચાલકે ગાડી રોડની સાઇડમાં ઉભી રખાવતા ડ્રાઇવર સીટની બાજુમાં બીજો માણસ બેઠેલ હતો ત્યારે આ બન્ને ઇસમોની ઘનિષ્ટ પૂછ પરછ કર્યા બાદ સ્વીફટ ગાડીની તલાસી લેતા ગાડીની વચ્ચેની સીટ નીચે ખાનુ બનાવેલ હોઇ અને પાછળના દરવાજામાં તથા પાછળના બમ્પર માંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ તથા બિયરના અલગ અલગ કુલ છ બ્રાન્ડની બોટલ નંગ-99 કુલ કિ.રૂ.59,500/- તેમજ મોબાઇલ નંગ-૩ કિ.રુ.10,500/- અને ભારતીય ચલણી નોટો રોકડ કિ.રૂ.7580/- સાથે મારૂતી સ્વીફટ ગાડી કિ.રૂ.2,00,000/-નો મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.2,77,480/- સાથે (1) અણદારામ પુનમારામ જાટ(ચૌધરી) રહે. રામદેવરીયા એકલ તા. સેડવા જી. બાડમેર (રાજસ્થાન) તેની સાથે (2) ખેતારામ ખુમારામ જાટ (ચૌધરી) રહે. સીયાણીયા તા. સેડવા જી. બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરી પૂછ પરછ કરતા સાતા ઠેકા ઉપરથી દારૂ ભરી લાવી અમદાવાદમાં મોબાઇલ નં.૯૮૯૮૧૭૩૨૨૩ વાળાને આપવાનો હોઇ થરાદ પોલીસ સ્ટેશનમા કાયદેસરની કાર્યવાહી કરવા સોપવામાં આવેલ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334