Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસને શંકા જતા ટેન્કરમાં ભરેલ પેટ્રોલિયમ પદાર્થને પકડી પાડયું

પોલીસ મહા મહાનિરીક્ષક જે.આર મોથાલીયાની સૂચના પ્રમાણે પોલીસ અધિક્ષક સૌરભસિંગ પશ્ચિમ ક્ચ્છ ભુજની રાહબરી તેમજ જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.પઢીયારની આગેવાનીમાં સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળતા તેઓ બાતમીવાળી જગ્યા પર ચેકીંગ કરતા રાસપીર સર્કલથી અદાણી પોર્ટ તરફ જતા સર્વિસ રોડ પર એક ટેન્કર (GJ 12 AT 7172)માં બેઝ ઓઇલ નામના પેટ્રોલિયમ પદાર્થનો ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરનો ચોરીનો જથો અને ટેન્કર સાથે મળી આવેલ હતો. ત્યારે ટેન્કર સાથે બેઝ ઓઇલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. તો વધુ કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન લવાતા ટેન્કર ચાલક વિજયભાઈ આશારિયા બારોટ ઉમર વર્ષ 22 રહે. બોરાણા, તાલુકો મુન્દ્રાવાળાને અટક કરી તેણે આ બેઝ ઓઈલનો જથો ક્યાંથી મેળવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તેની સમગ્ર હકીકત જાણવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.આઇ., જે એ. પઢીયાર, એ.એસ.આઈ. પ્રદિપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા, શક્તિસિંહ ગોહિલ, જયપાલસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દર્શન રાવલ સાથે રહ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી..

ખાવડા પોલીસ સ્ટેશનના અધિકારી વાય.પી. જાડેજા સાથે પોલીસ પાર્ટી પર હુમલો

Kutch Kanoon And Crime

2021ના પ્રથમ સપ્તાહે પૂર્વ ક્ચ્છ પોલીસને ચેલેન્જ : ખુલ્લેઆમ હત્યાથી ભર બજારે સન્નાટો

Kutch Kanoon And Crime

Leave a comment