ભુજમાં આવેલ લેવા પટેલ હોસ્પિટલની પાછળના ભાગે સર્વ મંગલ આરોગ્ય ધામથી જતા રસ્તા બાજુ આવેલ આઈ.ટી.આઇ. ની પાસે આવેલ પાણીના ટાંકા વાળો રસ્તો જે રસ્તો સીધો રીલાઇન્સ પેટ્રોલ પંપથી પ્રિન્સ રેસિડેન્સી નીકળે છે તેને જોડતા રસ્તા પર ધાર્મિક સ્થાનના ગેટની આસ પાસ જાહેરમાં દારૂની મહેફિલો મનાવાય છે તેવું આ તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. લેવા પટેલ હોસ્પિટલ પાછળ આવેલ આઈ.ટી.આઈ.થી તદ્દન નજીક આવેલ પાણીના ટાંકા પાસેના જાહેર અવર જવર કરતા રસ્તા પર થતી ગેર પ્રવૃત્તિ પર પોલીસ તંત્ર ઓચિંતી વિઝીટ મારે તેવું આસ પાસના રહેવાસીઓ જણાવી રહ્યા છે. આ રસ્તા પર દરરોજ દારૂની મહેફિલો મનાવાય છે જેમાં અંદરની બાજુ આવેલ ઝાડીઓમાં સ્ત્રી મિત્રો સાથે લવર મુછીયાઓ પણ મેળાવળા કરી રહ્યા છે તેવું જાણવા મળે છે.
પોલીસ સાંજના ભાગે અથવા તો રાત્રીના સમય પેટ્રોલીંગ કરે તો ઉચ્ચ ઘરાનાના નબીરાઓ સાથે કોલ ગર્લથી જોડાયેલ સ્ત્રી મીત્રો પણ આસ પાસ ભટકતા નજરે પડે તેવી સંભાવના દેખાય છે. આ વિસ્તારમાં જલ્દીથી પોલીસ પેટ્રોલીંગ કડક કરે નહીં તો આવનાર સમયમાં કોઈ મોટો ગુન્હાને અંજામ અપાય તેવી ચોક્કસ સંભાવના છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334