વાગડ વિસ્તારના રાપર ખાતે શુક્રવારે સાંજે જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલી કરપીણ હત્યા મામલે મુખ્ય સૂત્રધાર મુંબઈ ખાતેથી પકડાઈ ગયા બાદ અને અન્ય આરોપીઓ પૈકી છ જણાને રાઉન્ડઅપ કરાયા બાદ આ સમગ્ર હત્યાકાંડ મામલે કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જ IG શ્રી મોથાલીયા દ્વારા આ પ્રકરણની તપાસ માટે SITની રચના કરાઈ છે ત્યારે બીજી તરફ આ પ્રકરણ મામલે દેવજીભાઇની હત્યામાં નોંધાયેલી F.I.R. માં નિર્દોષ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ અપાયાનું જણાવીને રાપર ખાતે આજે ક્ષત્રિય સમાજ વાડી ખાતે મળેલ વિવિધ સમાજના આગેવાનોની મિટિંગમાં લાગતા વળગતા તંત્રને પૂર્વ કચ્છ એસપીને અપાયેલા આવેદનપત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું. ક્ષત્રિય સમાજ અને કરણી સેના સહિત વિવિધ સંગઠનો દ્વારા આ મીટીંગનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાનો સહિતના લોકોએ દેવજીભાઈની હત્યા મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં રાગદ્વેષ રાખીને નિર્દોષ લોકોને સંડોવી દેવાના આ પ્રયાસને દુઃખદ ગણાવી F.I.R. માંથી નિર્દોષોના નામ દૂર કરી યોગ્ય તપાસ કરવાની માંગણી કરી હતી. દરમિયાન મુંબઈથી પકડાયેલ આરોપી ભરત રાવલને કચ્છ લવાયા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઇ છે ત્યારે આરોપીએ શા માટે દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરી..? અને તે કઈ રીતે મુંબઈ પહોંચી ગયો..? તેના સહિતની પૂછપરછ ચાલી રહી છે જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાઈ રહી છે કારણકે દેવજીભાઈની હત્યા બાદ આરોપીને તાત્કાલિક મુંબઈ પહોંચાડી દેવા માટે અગાઉથી વ્યવસ્થા કરાઇ હતી તેવી પોલીસને કડી મળી છે જેના આધારે આગામી દિવસોમાં ખૂબ મોટા પાયે ધડાકો થવાની શક્યતા પણ નકારાતી નથી. બીજી તરફ આ પ્રકરણમાં ભરત રાવલ સિવાયના અન્ય શખ્સોના નામ F.I.R.માં લખાયા છે તો અે શખ્સો સામે ગત ૧૬મી સપ્ટેમ્બરે પણ મારામારી સહિતનો ગુનો નોંધાયો હતો એ ફરિયાદ મામલે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે એ સમયે કોઈએ પણ આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરી નહોતી એ પણ નોંધનીય છે. તો ભરત રાવલ હત્યા કરવા દેવજીભાઈની પાછળ જાય છે અને જતા જતા પેન્ટના હુંકમાંથી છરી કાઢતો દેખાય છે જે C.C.T.V. કેમેરામાં દેખાય આવ્યું છે અને ત્યાર બાદ થોડીવારમાં તે જગ્યાએથી ભાગતો દેખાય છે ત્યારે ભરત રાવલ ભાગતા ભાગતા કોઈ કાર પાસે અથવા કોઈ વાહન પાસે જવાની કોશિશ કરતો હોય તેવું ક્લીયર લાગી રહ્યું છે કેમ કે તેની ભાગવાની સ્ટાઇલ અને બોડી લેન્ગવેજ પ્રમાણે કોઈ તેની રાહ જોઈ રહ્યું હોય તેવુ સ્પષ્ટ લાગે છે. ત્યારે આ ભરત રાવલ 24 કલાકની અંદર કઈ રીતે ક્ચ્છ બોર્ડર ક્રોસ કરીને મુંબઇ પહોંચી ગયો..? આ એક મોટો સવાલ છે. તો આ ભરત રાવલને કોણે કહ્યું હશે કે દેવજીભાઈ મહેશ્વરી આટલા વાગે પોતાની ઑફિસે અાવવાના છે..? ભરત રાવલ પાસે રહેલ છરી તેણે ક્યાંથી ખરીદ હશે..? તેણે પહેરેલા કપડાં જેમાં લોહીના દાગ થઈ ગયા હશે એ લોહીના દાગ વાળા કપડાં ભરત રાવલે ક્યાં ઉતર્યા અને તેણે પહેરેલા બીજા કપડાની વ્યવસ્થા કોણે કરી આપી..? મુંબઇમાં તે કોના આશરે ગયો..? મુંબઈ પહોંચતા પહેલા તેણે રસ્તામાં કઈ હોટેલ કે કોઈ ચેક પોસ્ટના C.C.T.V. કેમેરામાં કેદ થયો હશે..? ત્યારે તેની સાથે કોણ કોણ હતું તે પણ સ્પષ્ટ ખ્યાલ આવી જાય..! કેમ કે C.C.T.V.માં ભરત રાવલ લાલ કલરનું શર્ટ અથવા ટીશર્ટ પહેર્યું છે. ત્યારે તેના ખભા પર રાખેલ રૂમાલ ભરત રાવલે ક્યાં ફેકયો હશે કે પછી એ રૂમાલથી તેણે લોહીના દાગ સાફ કર્યા હશે…? આવા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. જ્યારે આ હત્યાકાંડમાં હવે રાજકારણ પ્રવેશી રહ્યું છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ હત્યાકાંડ પાછળ કોઈ મોટી કડી જોડાયેલી હશે જ..!
દરમ્યાન પકડાયોલા આરોપી ભરત રાવલ સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે તેને વ્યક્તિગત ધોરણે દેવજીભાઈની હત્યા શા માટે કરી હશે..? અને જો તે કોઈનો હાથો બનીને લોભ લાલચમાં આવિને આ કૃત્યને અંજામ આપ્યું હોય અને તેને હવે બલીનો બકરો બનાવી હાથો બનાવનારા છટકી જતા હોય તો એ બાબત અત્યંત ગંભીર છે અને આ રીતે કોઈના હાથા બનીને કોઈ કૃત્યને અંજામ આપવાની માનસિકતા ધરાવનારા યુવાનો માટે પણ આ ઘટના ઉદાહરણ રૂપ છે. એ પણ નોંધનિય છે કે દેવજીભાઈની હત્યા થઈ તે પહેલાં C.C.T.V. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે આરોપી ભરત રાવલ દેવજીભાઈની ઓફીસ પાસે અગાઉથી આવીને ગોઠવાઈ ગયો હતો અને દેવજીભાઈની આવવાની રાહ જોતો હતો તે દરમ્યાન પૂર્વ આયોજન પ્રમાણે તેણે હત્યાને ઘટનાને અંજામ આપી નાસી જવાની વ્યવસ્થા હશે એટલે તેણે પોતાનો મોબાઇલ દુકાનદાર પાસે ચાર્જીગ માટે રાખી દીધો હતો તે દરમ્યાન દેવજીભાઈ મહેશ્વરી આવી જતા તેને લેવાનો સમય ન મળ્યો અને હત્યાને અંજામ આપી પકડાઈ જવાની બીકે તે નાસી હયો નતો તેવું C.C.T.V. કેમેરાના દ્રશ્યો પરથી જાણી શકાય છે જેનો સીધો મતલબ એ થાય છે એ ભરત રાવલને હત્યાની ઘટના બાદ તાત્કાલિક મુંબઇ પહોંચાડી દેવાની વ્યવસ્થા અગાઉથી ગોઠવેલી હશે જ.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334