પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથારિયા બોર્ડર રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી મડેલ સૂચના પ્રમાણે મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. પઢીયાર તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ જગ્યા પર તપાસ કરતા આધાર પુરાવા વગરની બેટરી નંગ 9 મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 45000 હજાર અને ત્રણ ઇસમોને પકડી પાડેલ હતું. જેની વધુ તપાસ માટે પકડાયેલા ત્રણ ઈસમોને મુન્દ્રા પોલીસ સ્ટેશન લવાયો હતો જેમાં થોડા દિવસ અગાઉ મુન્દ્રા તાલુકામાં થયેલ બેટરી ચોરી અંગેની પૂછપરછ કરી હતી જ્યારે પકડાયેલા આરોપીઓમાં (1) રીયાજ કાસમભાઈ ભાયા ઉમર વર્ષ 19 રહે મુન્દ્રા, (2) અસલમ અમાદ કમોરા ઉમર વર્ષ ૨૦ રહે વૃંદાવન સોસાયટી નાના કપાયા મુન્દ્રા જે મૂળ બેડી મુસા પાનવાળાની બાજુમાં જામનગર અને (3) મહેન્દ્ર બાબુલાલ પરમાર ઉંમર વર્ષ 20 રહે એસ્સાર પેટ્રોલ પમ્પ પાછળ મુન્દ્રા જે મૂળ રાજસ્થાનનો વતનીની સમાવેશ થાય છે. આ કામગીરીમાં મુન્દ્રા પી.આઈ. જે.એ. પઢીયાર, પો.હેડ.કોન્સ. પુષ્પરાજસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, પો.કોન્સ. જયદેવસિંહ ઝાલાઝ દર્શનભાઈ રાવલ વગેરે જોડાયા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334