દેશની રાજધાની દિલ્હીને વિમાની સેવાથી કચ્છ સાથે જોડતી ફ્લાઈટ વિમાની સેવા તા. ૧૦’મી ઓક્ટોમ્બરથી શરૂ થવાની જાહેરાતને આવકારતા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ – દિલ્હી વચ્ચે વિમાની સેવા માટે ઘણા સમયથી કચ્છની જનતા અને જનપ્રતીનીધી દ્વારા કેન્દ્ર સરકારમાં એવીએશન ડીપાર્ટમેન્ટ મંત્રીશ્રી તથા કચ્છ માટે સદાય સંવેદનશીલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા પી.એમ.ઓ કાર્યાલય પાસે રજૂઆતની ફલશ્રુતિ રૂપ કંડલાથી દિલ્હી વિમાની સેવા શરૂ થશે વધુમાં સાંસદે જણાવ્યું હતું કે કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ મોટું ક્ષેત્ર ફળ ધરાવે છે. જેને લઘુ ભારતની ઉપમાં આપવામાં આવે છે. અનેક ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં સ્થાપીત થયેલ છે. દિલ્હી સાથે ઉદ્યોગકારોનો સીધો સંપર્ક હોય છે. ભારતમાં મોટા મોટા તીર્થ સ્થાનોએ જવા માટે દિલ્હી એ માધ્યમ સ્થાન છે. વૈશ્વિક, પ્રખ્યાત પ્રવાસધામ કચ્છ હોવાથી પર્યટકો માટે દિલ્હી – કંડલા ફ્લાઈટ એ અગત્યની સેવા છે, એમ.બી.બી.એસ. થતા અન્ય ડીગ્રી કોર્ષ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે આવન-જાવનનું મુખ્ય મથક દિલ્હી હોવાથી કચ્છના વિદ્યાર્થીઓ માટે પણ આ વિમાની સેવા અગત્યની છે. લાખો કચ્છીજનો વિદેશમાં ધંધા – રોજગાર માટે સ્થાઈ થયેલ છે. જેમને આવવા – જવા માટે સીધી સેવા દિલ્હી હોવાથી એ ફાયદાકારક છે, તેમ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું. એવીએનેશન મંત્રીશ્રી તથા PMO માં વારંવાર ની રજુઆતો સાંસદશ્રી દ્વારા થતી હતી તેને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા દિલ્હી – કંડલા એ.ટી.આર. વિમાની સેવા શરૂ થયેલ છે તે માટે સાંસદશ્રીએ પી.એમ.ઓ કાર્યાલય અને એવીનેશન મંત્રીશ્રી – મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334