Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

આડેસર પોલીસના નાસતા ફરતા આરોપીને આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજની પોલીસ ટીમે ડિસાથી પકડી પાડ્યો

આડેસર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપી એવા ભીલ શૈલેષજી પ્રતાપજી રહે.મુળ પાટણ ગીતાંજલી છાપરા હાલ રહે. ડીસા ભોપાનગર તા. ડીસા જી.બનાસકાઠાવાળાઓને પકડી પાડતી આઇ.જી.પી. સરહદી રેન્જ ભૂજની પોલીસ ટીમ પકડી પાડ્યું છે
પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આઇ.જી.પી. શ્રી જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભૂજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર બી. એસ. સુથાર તથા પી.કે. ઝાલા, એન.વી. રહેવરનાઓએ આપેલ સુચના મુજબ આજરોજ એ.એસ.આઇ. ભરતસિહ પ્રભાતજી પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા અ.પો.કો. અકબરભાઇ રમજુંભાઇ આર આર. સેલ આઇ.જી.પી. સરહદી રેન્જ કચ્છ ભૂજની કચેરીનાઓ ડીસા શહરેમાં નાસતા ફરતા આરોપીઓ અંગેની વોચમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે છેલ્લા આઠેક માસથી આડેસર પોલીસ સ્ટેશન ગુનાહ એન.ડી.પી. એસ. એકટ ક. ૧૫(સી),૨૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ભીલ શૈલેષજી પ્રતાપજી રહે.મુળ પાટણ ગીતાંજલી છાપરા હાલ રહે. ડીસા ભોપાનગર તા. ડીસા જી.બનાસકાઠા વાળાઓ ડીસા શહેર ભોપાનગર ખાતે ઉભેલ હોવાની હકીકતના આધારે આરોપીને પકડી પાડી આરોપીને સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. સોંપેલ છે.

પ્રકાશિત – નિતેશ ગોર : 9825842334

Related posts

અંજારના GIDC વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે ડ્રાઇવર અને ફેક્ટરી માલિકને પકડી પાડ્યા…

Kutch Kanoon And Crime

મુન્દ્રા બારોઇ વિસ્તારમાંથી પસાર થતી ગેસ પાઇપ લાઇનને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી

Kutch Kanoon And Crime

અંજાર પોલીસ દ્વારા પ્રજા જાગૃતિ માટે 200થી વધુ માસ્ક વિતરણ કરાયા

Kutch Kanoon And Crime

Leave a comment