◆ ભચાઉ વિસ્તારમાંથી ૪૧,૭૪,૮૦૦/-વિદેશી દારૂ સાથે કુલ મુદામાલ કીમત રૂપિયા ૫૬,૮૦,૬૧૦ /- લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છની ટીમે શોધી કાઢ્યું…
બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર. મોથલીયા સરહદી
રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ મયુર પાટીલની સૂચના પ્રમાણે ઇંગ્લિશ દારૂના કેસો શોધવા પૂર્વ ક્ચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી જેના બાતમીના આધારે ભચાઉથી ગાંધીધામ આવતા નેશનલ હાઇવે પર નવી મોટી ચીરઇ ગામ સામે આવેલ ઓવર બ્રિજ પાસે વોચમાં હતી ત્યારે અંગ્રેજી દારૂ ભરેલ કન્ટેનર બંધ બોડીના ટ્રકને રોકી ચેકીંગ કરાઈ હતી ત્યારે બાદ આ ટ્રક સાથે મુદ્દામાલની વધુ તપાસ ભચાઉ પોલીસ સ્ટેશનને સોપી આગળની હાલ પૂરતી તપાસ એલ.સી.બી. પોતે હાથ ધરી હતી. આ તપાસમાં પકડાયેલ આરોપી (૧) સદામ હુસેન સઓ મોહમદ અહેસાન તુર્કમુસ્લીમ) ઉવ.૨૧ રહે.સહસપુર, અલીનગર મકાન નં-૧૨૪, થાના-ડીડોલી, જીલ્લો-અમરોહા (ઉત્તરપ્રદેશ) જ્યારે બીજા આરોપીઓ હાથ લાગ્યા નહોતા જેમાં (૧) બીન્યામીન આલમ સ.ઓ. અન્સારઅલી તુર્ક રહેતખતપુર અલ ઉર્ફે નાનકાર આંસિક, જીલ્લો – મુરાદાબાદ ઉત્તરપ્રદેશ, (૨) સલામન નામનો માણસ અને અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી જ્યારે પકડાયેલ મુદ્દામાલમાં (1) વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ ની રોક સ્ટાર ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૧૧૯૨૮ કીમત રૂપિયા ૪૧,૭૪,૮૦૦/- એક બંધ બોડીનો ટ્રક (યુ.પી-૨૧-બી.એન-૮૫૧૯) કીમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧ કીમત રૂપિયા ૫૦૦૦/- રોકડા રૂકમ ૮૧૦/કુલ્લે કીમત રૂપિયા ૫૬,૮૦,૬૧૦/ પકડી પાડવામાં આવેલ હતું. આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ. દેસાઇ તથા પો.સબ ઇન્સ. બી.જે. જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.
અહેવાલ : દિનેશ જોગી – પૂર્વ ક્ચ્છ
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334