વાગડના રાપર ખાતે શુક્રવાર તારીખ ૨૫/9, ના ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની થયેલી ખુલ્લેઆમ હત્યા મામલે મુખ્ય સૂત્રધાર મુંબઈ ખાતેથી પકડાઈ ગયા ત્યાર બાદ અન્ય બાહુબલી ગણાય તેવા આરોપીઓની સામે ગુનો નોંધાયા પછી છ જેટલા આરોપી રાઉન્ડઅપ કરી લેવાયા છતાં અને આ હત્યા રાપર ખાતે આવેલ લુહાર સુથાર સમાજ વાડીના મામલે થયાનું મરણ જનાર એડવોકેટની પત્ની દ્વારા સ્પષ્ટ કરાયા પછી તપાસ ટીમની રચનાએ હત્યાની આ ઘટના પાછળ હજુ પણ મોટા માથાઓની સંડોવણીની સાથે કોઈ મોટું કારણ હોવાની શક્યતા જોવાઇ રહી છે. આજે દેવજીભાઈની હત્યા થયાના ત્રીજા દિવસે કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જના IG દ્વારા તપાસ માટે SITની રચના કરવામાં આવી છે આઈ.જી., શ્રી જે.આર મોથાલીયાની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે જેમાં કન્વીનર તરીકે પૂર્વ કચ્છ એસ.પી મયુર પાટીલ ઉપરાંત Dysp ગાંધીધામ Dysp પાટણ C.P.I. રાપર અને રાપરના બે ફોજદારોનો SIT માં સમાવેશ કરવામાં આવ્યો છે દેવજીભાઈની હત્યા મામલે તપાસ ટીમ SITની ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં રચના થતાં હત્યાની આ ઘટના પાછળ ચોકાવનારું કારણ હોવા ઉપરાંત રાજકીય માથાઓની પણ સંડોવણી હોવાની શક્યતા જોવાઇ રહી છે SITની રચના બાદ રાજકીય વર્તુળોમાં પણ ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે રાપર ખાતે હત્યાની આ ઘટના બની ત્યારે સૌપ્રથમ અમારા આ kkc ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેમાં દેવજીભાઈની હત્યા પાછળ મોટા માથાઓ એટલે કે બાહુબલીઓની ભૂમિકા હોવાના સંકેત અપાયા હતા.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334