Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPoliticsSpecial Story

જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કર પેરોલ પર એક મહિના માટે મુક્ત થતા અબડાસા પેટા ચૂંટણીમાં ઉલટફેરનું ગણિત…?

અબડાસા પેટા ચૂંટણી મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આ ચૂંટણી ગણિતમાં પણ ઉલટફેર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે અબડાસા પેટા ચૂંટણી સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ કોંગ્રેસ માટે ઈજ્જત સાચવવાનો જંગ છે આગામી 22મી તારીખે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખુદ નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે જંગી રેલી કરવાના છે તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જેમાં શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે એવા નેતાઓ આવી રહ્યા છે એની વચ્ચે એકાએક અબડાસાના માજી ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યાના આરોપમાં ગળપાદર જેલમાં રહેલા જયંતિ ઠક્કરને એક મહિનાના પેરોલ મળતાં કચ્છના રાજકીય તખ્તા પર હલચલ મચી છે જોકે જેન્તી ઠક્કરને કયા કારણે પેરોલ મળ્યા તે જાણી શકાયું નથી પરંતુ અબડાસા પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે જયંતિ ઠક્કરને મળેલા પેરોલને રાજકિય વિશેષજ્ઞો અલગ રીતે જોઈ રહ્યા છે અબડાસાની રાજનીતિમાં ભૂતકાળમાં અનેક રીતે મહત્વની ભૂમિકા અદા કરનાર જયંતિ ઠક્કર પેરોલ પર છૂટ્યા પછી અબડાસા પેટાચૂંટણીમાં કેવી ભૂમિકા ભજવશે આ એક સવાલ છે જયંતિ ઠક્કરને મળેલા પેરોલના પગલે અબડાસા પેટાચૂંટણીના ગણિતમાં પણ ઉલટફેર થાય તેવી શક્યતા રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. જોકે અબડાસાના રાજકારણમાં કિંગમેકર ગણાતા જયંતિ ઠક્કર પેરોલ પર છૂટી ખાસ કરીને ભાનુશાળી સમાજમાં ગણગણાટ શરૂ થયો છે જે ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે આ ઉપરાંત જયંતિ ઠક્કર સામે જયંતિ ભાનુશાળીની હત્યા ઉપરાંત કે.ડી.સી.સી. બેંક લોન અને જેલમાં દારૂની પાર્ટી સહિતના અનેક કેસ નોંધાયેલા હોય અને એક પછી એક ગુના નોંધાયા હોય ત્યારે જયંતિ ઠક્કર ભારતીય જનતા પાર્ટી થી નારાજ મનાય છે પરંતુ તેમ છતાં જયંતિ ઠક્કરને સત્તાધારી પાર્ટી સાથે વેર વધારવું મુનાસીબ નથી લાગતું એ પણ હકીકત છે ત્યારે અબડાસા પેટાચૂંટણીમાં જયંતિ ઠક્કર કોના માટે કેવી ભૂમિકા ભજવે છે એના લેખા જોખા શરૂ થઈ ગયા છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભાઈ ચારો અને કોમી એકતાનું બીજું નામ એટલે ક્ચ્છ જિલ્લો : પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરાયો

અબડાસાના મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યા

Kutch Kanoon And Crime

કચ્છમાં ફરજ બજાવી ગયેલા અને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત નિવૃત્ત Dyspના પુત્રની ભાવનગર ખાતે સામુહિક આત્મહત્યા..!

Kutch Kanoon And Crime

Leave a comment