Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

વાગડ વિસ્તારના રાપર ખાતે ગઈકાલે સરા જાહેર વકીલની હત્યા કરનાર આરોપી ભરત રાવલ મુંબઈથી ઝડપાયો

સમગ્ર કચ્છમાં ચકચારી બનેલા રાપર ખાતે ગઈકાલે સાંજે જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલી નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલા શકમંદ આરોપી ભરત રાવલને મુંબઈ ખાતેથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની મદદથી પકડી પાડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજે દેવજીભાઈ મહેશ્વરીની હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી CCTV કેમેરામાં કેદ થયો હતો તેના આધારે આરોપીની ઓળખ થઈ હતી અને તે મૂળ સાંતલપુર તાલુકાના પીપરાળાનો ભરત જયંતીલાલ રાવલ હોવાનું સ્પષ્ટ થયા બાદ આ આરોપીને શોધી કાઢવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દસ જેટલી ટીમો બનાવાઇ હતી અને છેક મુંબઈ સુધી શોધખોળ હાથ ધરાઇ હતી આખરે આજે આ આરોપી ભરત રાવલ મુંબઈમાં હોવાની બાતમી મળ્યા બાદ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચને સાથે રાખી આરોપીને શોધી કાઢવા મુંબઇ પહોંચેલી કચ્છ પોલીસની ટીમે તેને પકડી પાયો હતો. દરમિયાન મળતી માહિતી પ્રમાણે આરોપીને પકડી પાડ્યા બાદ મુંબઈ ગયેલી પોલીસ ટીમ તેને લઈને કચ્છ આવવા રવાના થઈ ગઈ છે નોંધનીય છે કે જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાથી કચ્છમાં તીવ્ર પ્રત્યાઘાત પડયા છે અને છેક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પણ આ મામલે તપાસના આદેશ કરાયા હતા ઉપરાંત ચકચારી હત્યા મામલે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષના ભાઈ સહિત નવ જણાં સામે ગુનો નોંધાયો છે જેમાં રાપર નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષના પુત્રનો પણ સમાવેશ થાય છે. એડવોકેટ દેવજીભાઇની હત્યા લુહાર સુથાર વાડીના વિવાદ મામલે થયાનું FIRમાં ઉલ્લેખ કરાયો છે જેમાં રાજકીય માથાંઓની સંડોવણીને લઈને કચ્છમાં રાજકીય હડકંપ મચી ગયો છે. હવે દેવજીભાઈની હત્યા કરનાર આરોપી પકડાઈ ગયો છે ત્યારે તેની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન દેવજીભાઈની હત્યાનું મુખ્ય કારણ સ્પષ્ટ થશે જેના પરથી રાજકીય આગેવાનોના નામ નીકળે તેવી સંભાવના છે.  દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ આરોપી ભરત રાવલ થાણા વિસ્તારમાંથી પકડાયો હોય એ મનાય છે એની સાથે જ સવાલ એ ઉભો થાય છે કે ગઈકાલે સાંજે 6:30ના અરસામાં દેવજીભાઈની હત્યા બાદ આરોપી મુંબઇ કઇ રીતે પહોંચ્યો હતો અને તેને કોણે આશરો આપ્યો હતો એનો ઘટસ્ફોટ પણ ચોંકાવનારો હોવાની શક્યતા જોવાય છે. દરમિયાન આ ઘટનાને લઇને રાપર ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારની આ ઘટનાના અન્ય આરોપીઓ પૈકી છ શકમંદોને પણ પોલીસે રાઉન્ડઅપ કરી લીધાનું જાણવા મળે છે

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

ભવિષ્યમાં આતંકી હુમલાને યુદ્ધ માનવામાં આવશે એવી શરત સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તૈયાર : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કર્યું…

Kutch Kanoon And Crime

અને હવે કંડલા બંદરેથી કરોડોની કિંમતનો હેરોઈન ઝડપાયો

Kutch Kanoon And Crime

અપહરણના કેસમાં આરોપી તેમજ ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કોઠારા પોલીસ

Kutch Kanoon And Crime

Leave a comment