વાગડ વિસ્તારના રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમ ધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરાયો હતો આ હિચકારો હુમલો એટલો ગંભીર હતો કે દેવજીભાઈને સારવાર મળે તે પહેલાજ તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના પોલિસ મથકથી તદ્દન નજીક જ બની હોવાથી પોલિસ પણ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં હિંસક હુમલો કરનાર ફરાર થઇ ગયો હતો.
પોલીસે હવે CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તપાસ શરૂ કરી છે.
(એડવોકેટ દેવજી મહેશ્વરીની ફાઇલ તસવીર)
જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવી શક્યું નથી ત્યારે પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ ધટના સ્થળે પહોંચી ગયા છે અને આ ધટનાના કોઇ ધેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પણ પોલિસે કવાયત હાથ ધરી છે ત્યારે CCTV ના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સનો ફોટો ગ્રાફ્સ જાહેર કર્યો છે અને દરેક જગ્યાએ ચેક પોસ્ટ ટોલ પ્લાઝા પર ચેકીંગ હાથ ધરી છે. તો આ શખ્સ કોઈને નજરે ચડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અનુરોધ કર્યું છે.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334