Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃતદેહો ગુમ થયા અંગે વાયરલ થયેલ વીડિયો અંગે સ્પષ્ટતા

આજ રોજ જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓનાં મૃતદેહો ગુમ થયા અને મળતા ન હતા તે અંગે દર્દીઓનાં સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે થયેલ વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે જણાવવાનું કે મૃતદેહો ગાયબ નહોતા થયા પરંતુ કામનાં વધુ ભારણના લીધે મૃતદેહ પેકીંગ દરમિયાન કોન્ટ્રાક્ટનાં કર્મચારી દ્વારા ટેગીંગમાં થયેલ શરતચુકને લીધે ગેરસમજ ઉભી થઇ હતી. બાદમાં વ્યવસ્થિત તપાસ કરતા મૃતદેહો યોગ્ય જગ્યાએ અને યોગ્ય હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર મામલો એક કલાકના સમયમાં ઉકેલાઈ ગયો હતો. હા પરિવારમાં કોઇનું અવસાન થાય ત્યારે સ્વજનો પર શું વીતે છે એ આપણે સૌ જાણીએ છીએ, તેઓ ગુસ્સામાં હોય તે સ્વાભાવિક છે. આ સમગ્ર ઘટના દરમિયાન દર્દીઓનાં સ્વજનોને જે તકલીફ ભોગવવી પડી તે બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. તેવી અદાણી હસ્તક આવેલ જી કે જનરલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અહો આશ્ચર્યમ્… કુંદનપર ગામે થયેલી ઘરફોડ ચોરી મામલે ચોરાઉ દાગીના અને રોકડ મળી 3.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

મુન્દ્રા જબલપુર હાઈવે પર અકસ્માતમાં ભુજ ગોડપરના હીરાણી આધેડનું મૃત્યું

Kutch Kanoon And Crime

હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

Leave a comment