Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટની હત્યા

વાગડ વિસ્તારના રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમ ધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરાયો હતો આ હિચકારો હુમલો એટલો ગંભીર હતો કે દેવજીભાઈને સારવાર મળે તે પહેલાજ તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના પોલિસ મથકથી તદ્દન નજીક જ બની હોવાથી પોલિસ પણ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં હિંસક હુમલો કરનાર ફરાર થઇ ગયો હતો. જો કે સતત ધમ ધમતા અને ભરચક વિસ્તારમાં બનાવ બન્યો હોવા છતા આરોપીના સગળ પોલિસને મળ્યા નથી અને પોલીસે હવે CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તપાસ શરૂ કરી છે.

દેવજીભાઇ મહેશ્ર્વરી રાપર વિસ્તાર સાથે સમાજમાં બહોળું નામ ધરાવે છે સાથે ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉપરાંત તેઓ બામસેફ જેવી સંસ્થા સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી હત્યાના સમાચારથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવી શક્યું નથી ત્યારે પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ ધટના સ્થળે પહોંચી ગયા છે અને આ ધટનાના કોઇ ધેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પણ પોલિસે કવાયત હાથ ધરી છે દેવજીભાઈ રાપર ભચાઉ વિસ્તારના ધારાસભ્ય જ્યાં કચેરી ધરાવે છે તેની નીચે ઓફીસ ધરાવતા હતા.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

આવતી કાલથી ફક્ત સવારે 7 થી બપોર 12 વાગ્યા સુધી જ જરૂરી કામ માટે બહાર નીકળવુ : વગર કામે નીકળ્યા તો ડિટેઇન થઇ જશો

Kutch Kanoon And Crime

ભુજના હમીરસર તળાવમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

Kutch Kanoon And Crime

અંજાર ચિત્રકૂટ સર્કલ પાસે આવેલ વૈશાલી કોમ્પ્લેક્સમા આવેલ અમુક દુકાનોમાં લાગી લાગી

Kutch Kanoon And Crime

Leave a comment