જનસેવા, સમાજસેવા અને જન જાગૃતિ ની સાથે લોકતાંત્રિક મૂલ્યોનાં જતન માટે સદૈવ કાર્યરત રહેતાં સાંસદોમાં ૨૫ સાંસદોમાં કચ્છનાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની ગણના કચ્છ માટે – ગુજરાત માટે ખુબજ ગર્વની વાત છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક દેશ છે, જેનાં લોકતંત્રના મુલ્યો, મર્યાદા અને પરંપરાઓનાં દ્રષ્ટાંત વિશ્વ આપે છે, સંસદીય પરંપરા એ લોકતંત્રની આત્મા છે, જનતા અને દેશની બહેતરી માટે સાંસદનું પદ મહત્વનું છે, કાયદા કાનુન, બજેટ આર્થિક સમતુલા સંસદમાં જ પારિત થાય છે.
મજબુત સંસદીય લોકતંત્ર ને માટે સાંસદોની સક્રિયતા અને ઈમાનદારીની નોંધ એક જવાબદાર મીડિયા ફ્રેમ ઇન્ડીયા મેગેઝીને લઈ શ્રેષ્ઠ ૨૫ સાંસદો ના નામ જાહેર કર્યા છે તેમાં કચ્છનાં યુવા અને જાગૃત સાંસદ શ્રી વિનોદ ચાવડાના નામનું સમાવેશ થયેલ છે, કચ્છના સાંસદનો જનતા સાથે જોડાણ, પ્રભાવ સેવાક્રીય છબી, કાર્યશેલી, સદનમાં ઉપસ્થિત, ડીબેટમા ભાગલેવો, સદનમાં પ્રશ્નોતરી, સાંસદનિધિનો લોકોપયોગી ઉપયોગ, અને સામાજીક સહભાગીતા ના મુખ્ય માપદંડ સાથે તેમની થયેલ પસંદગી ખરેખર કચ્છ –મોરબી ની જનતા ના માટે ગર્વની અને સાંસદ માટે અભિનંદન ને પાત્ર છે. ફેમ ઇન્ડીયા મેગેજીન – એશિયા પોષ્ટ ૨૦૨૧માં પોતાની થયેલ પસંદગી બાબતે સાંસદે જણાવ્યું હતું કે મારી ૨૫ સાંસદોમાં શ્રેષ્ટતા સાથેની પસંદગી એ મારા કાર્યો માટે પ્રેરણાદાયક છે. હું વધુ માં વધુ ઉદેશપૂર્ણ અને જવાબદારી પૂર્વક જાગરૂક રહી લોક પ્રશ્નોને વાચા આપીશ. જન પ્રતિનિધિ તરીકે હું દેશ અને મારા સંસદીય વિસ્તાર માટે સમર્પિત છુ તેમ ચાવડા એ જણાવ્યું હતું.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334