સરહદી કચ્છના તાર વધુ એકવાર ISIની પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી NIAની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગત 19 જાન્યુઆરીએ વારાણસીમાંથી પકડાયેલાં ISI એજન્ટ મોહમ્મદ રાશિદ ઈદ્રીશના ખાતામાં paytm મારફતે જમા થયેલાં નાણાંની રકમની તપાસ છેક ગુજરાતના ક્ચ્છમાંથી 5 હજાર રૂપિયાની તપાસમાં આ નાણાં મુંદરાના કુંભારવાસમાં રહેતાં રજાક સુમાર કુંભારનું નામ ખુલતા જિલ્લામાં અને ખાસ કરીને મુન્દ્રા પંથકમાં હડકંપ મચી ગયો છે. વધુમાં NIAએના જણાવ્યા પ્રમાણે ISIની સૂચનાના પગલે રજાક કુંભારે Paytm મારફતે રીઝવાન નામના શખ્સના ખાતામાં 5,000/- રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતા. NIAએ રજાક કુંભારના ઘરની તલાશી લઈ કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. દરમિયાન, સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રજાક કુંભારે પાકિસ્તાની યુવતી જોડે શાદી કરેલી છે. અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા છે. તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે. રજાક કેટલાં સમયથી ISI માટે કામ કરતો હતો..? તો કચ્છમાં અન્ય એજન્ટો કોઈ છે..? જે ISI માટે કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ તેની સઘન પૂછતાછ ચાલી રહી છે. એજન્સીએ ગત 19’મી જાન્યુઆરીના રોજ વારાણસીમાંથી મોહમ્મદ રાશિદ ઈદ્રીશ નામના 23 વર્ષિય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ ચંદોલીના મુગલસરાઈના રહેવાસી રાશિદના સંબંધી પાકિસ્તાનમાં રહેતાં હોઈ લગ્નપ્રસંગે તે 2017 અને 2018માં પાકિસ્તાન ગયો હતો અને ત્યાં તે ISIના કોન્ટેક્ટમાં આવ્યો હતો. નાણાંની લાલચમાં રાશિદે ISI માટે કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેણે વારાણસીના અલગ અલગ વિસ્તારો જેમાં મહત્વના મંદિરો, રેલવે સ્ટેશન, લખનૌના આવેલા અમુક સ્થળો, મિર્ઝાપુર અને સોનભદ્ર જેવા નક્સલાઈટ એરીયામાં આવેલા CRPF કેમ્પ એવા અનેક વિસ્તારોની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ વોટસએપ મારફતે સામે પાર શેર કર્યાં હતા. ધોરણ 8મું પાસ રાશિદ ફોનથી અવારનવાર સામે પાર સંપર્કમાં રહેતો હોઈ એજન્સીઓના સર્વેલન્સમાં આવી ગયો હતો ત્યાર બાદ જૂલાઈ 2019માં તેના ખાતામાં 5,000/- રૂપિયા જમા થયા હતા. આ નાણાંકીય વ્યવહારની તપાસના તાર ગુજરાતના ક્ચ્છ જિલ્લાના મુંદરાના રજાક સુધી પહોંચ્યા છે. આ ઘટનાની ગંભીરતા જોતાં 6’ઠ્ઠી એપ્રિલ 2020નાં રોજ NIAએ આ કેસની તપાસ હસ્તગત કરી નવેસરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં રજાકની પૂછતાછમાં આગામી દિવસોમાં વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે ત્યારે સવાલ એ થાય કે મુન્દ્રા દેશનું ઔધોગિક રીતે સધ્ધર શહેર છે જેમાં નાની મોટી કંપનીઓ સાથે દેશની અગ્રીમ અદાણી પોર્ટ પણ આવેલી છે ત્યારે મુન્દ્રાથી પકડાયેલા રજાક સુમાર કુંભાર નામનો શખ્સ અગાઉ રીક્ષા ચલાવતો હતો અને તે અદાણી પોર્ટમાં પણ કામ કરી ચુક્યો છે. ત્યારે સ્થાનિક તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા હતા..? તો તેને અદાણી પોર્ટમાં કોણે કામ પર લગાડ્યું હતું..? તે રીક્ષા ચલાવતો હતો ત્યારે તે ક્યાં સમયે રીક્ષા ચલાવતો હતો રાત્રી કે દિવસ આ બધા પાસા તપાસવાની જરૂર છે જેથી કંઈક મોટું ઘટસ્ફોટ થાય તેવી સંભાવના છે કેમ કે રજાકની પાસે જે મોબાઈલ હતો તે મોબાઈલ તેણે કોની પાસેથી ખરીદ્યું હતું..? અગર રજાક મોબાઈલમાં સિમ અથવા મેમરી કાર્ડ જે યુઝ કરતો હતો તેનામાં તેને અમુક સોફ્ટવેર ડાઉનલોડ પણ કર્યા હશે અથવા કોઈ મોબાઈલ ધારક પાસે ડાઉનલોડ કરાવ્યા હશે..? તે પોતાના મોબાઈલમાં બેલેન્સ ક્યાંથી નખાવતો હતો..? પોતે પોતાની મેળે ઓનલાઈન બેલેન્સ નાખતો હતો કે શું..? અગર આ બધી પ્રક્રિયા રજાક ઓનલાઈન કરતો હશે તો અગાઉ તેણે પોતાના મોબાઈલથી કોને કોને પેમેન્ટ કર્યું હશે..? તેના પર અગાઉ કોઈ ક્રિમિનલ કેશ છે કે નહીં..? તો અગાઉ જાસૂસી કે હની ટ્રેપમાં જિલ્લામાંથી પકડાયેલા શખ્સોના સંપર્કમાં હતો કે નહીં..? આવા અનેક સવાલોના જવાબ મળે તો જિલ્લામાંથી મોટો ધડાકો થાય તેવી સંભાવના દેખાય છે.
અહેવાલ : સમીર ગોર મુંદ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334