Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

માંડવી તાલુકાની બેંકોમાં થયેલ ચોરીના આરોપીઓ ઝડપાયા : વધુ અનેક વિસ્તારની ચોરીના ભેદ પણ ખુલ્યા

માંડવી તાબેના બિદડા અને નાની ખાખર ગામની બેન્કમાં ચોરી કરનારના સીસીટીવી કેમેરાના ફુટેજ સાથે હ્યુમન સોસીંગના માધ્યમથી બીદડા કે.ડી.સી.સી. બેંકમાં અને નાની ખાખર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં થયેલ ચોરીના પ્રયાસના અનડીટેકટ ગુનાને શોધી કાઢવા માટે આઈ.જી. જે.આર. મોથાલીયાની સુચનાના આધારે માંડવી પોલીસ સ્ટેસનના સર્વેલન્સ સ્કોડનો સ્ટાફ માંડવી પોલીસ સ્ટેસન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તેદરમ્યાન પો.હેડ કોન્સ.દેવરાજભાઈ કરશનભાઇ, પો.હેડ કોન્સ. મુળરાજભાઇ કરમશીભાઇ, પો.કો ભાર્ગવભાઇ નાગજીભાઇને બાતમી મળેલ કે બીદડા કે.ડી.સી.સી. બેંકમાં અને નાની ખાખર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં થયેલ ચોરીના પ્રયાસમાં બેંકના સી.સી.ટી.વી. કેમેરાની ફુટેજમાં દેખાતા ઇસમો જેવા ઇસમો કાંડાગરાથી એક એક્ટીવા ઉપર નાની ખાખર બાજુ આવી રહ્યા છે તેવી હકીકતના આધારે નાની ખાખર રોડ પરથી બંન્ને શંકાસ્પદ ઇસમોને એક્ટીવા સાથે પકડી પુછપરછ કરતા બંન્ને ઇસમોએ બન્ને ગુનાની કબુલાત કરી લીધી હતી. જેથી બંને આરોપીઓ વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પકડાયેલ આરોપીઓમાં (૧) જુમા રમજુ લુહાર (ઉ.વ.૩૫) રહે . મોટા કાંડાગરા મફતનગર તા.મુન્દ્રા (ર) નરેન્દ્રસિંહ નારણજી મોડ (જાડેજા) (ઉ.વ.૫૨) રહે . મોટા કાંડાગરા સ્કુલની પાછળ તા.મુન્દ્રા ગુનાના કામે ગયેલ રીકવર થયેલ મુદામાલ (૧) કેસ બોકસ કી.રૂ,૧૫૦૦/- આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ (૧) સ્વીફટ ગાડી રજી,નં.GJ 12 BR 9023 કી.રૂા ૨,૫૦,૦૦૦/- (૨) એકટીવા રજી.નં,GJ 12 DD 8945 કી.રૂા. ૧૫,૦૦૦/ (૩) કટર મસીન કી.રૂા. ૨,૫૦૦/- (૪) ઇલેકટ્રીક બોર્ડ સાથેનો વાયર કી.રૂા.૫૦૦/- (૫) લોખંડની હથોડી નંગ -૨ કી.રૂા,૨૦૦/- (૬) લોખંડની કોસ નંગ -૩ કી.રૂા . ૩૦૦/- (૭) મોબાઇલ નંગ -૨ કી.રૂ. ૨,૫૦૦/- કુલ કબ્જે કરેલ મુદામાલ કી રૂા,૨૦૨૫૦૦/- આરોપીએ કબુલાત કરેલ ચોરીની વિગત (૧) આજથી આશરે બે મહિના પહેલા ગાંધીધામ કંડલા રોડ ઉપર તાલપત્રીની દુકાનના તાળા તોડી દુકાનમાં રાખેલ તાલપત્રીઓ સાથે રોકડ રકમની ચોરી કરેલ છે. (૨) બાદ દોઢેક મહિના પહેલા ગાંધીધામ ઝંડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફીસના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરેલ છે . (૩) એકાદ મહિના પહેલા સમાઘોઘા મુંદરા જીંદાલ કંપની પાસે આવેલ એ.ટી.એમ. તોડી ચોરીનો પ્રયાસ કરેલ છે. (૪) બાદ તા,૨૬/૦૮/૨૦૨૦ના રોજ બીદડા ગામની કે.ડી.સી.સી. બેંકના તાળા તોડી કેશ બોક્ષની ચોરી કરેલ છે. (૫) બાદ તા .૨૭/૦૮/૨૦૨૦ના રોજ નાની ખાખર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરેલ છે . આ આરોપી જુમા રમજુ લુહારનો ગુનાહીત ઇતિહાસ (૧) મુન્દ્રા પો.સ્ટે. ૧૩૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબ (ર) મુન્દ્રા પો.સ્ટે. ૧૩૫/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭,૪૫૪ મુજબ (3) મુન્દ્રા પો.સ્ટે. ૧૩૬/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબ આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.એમ.ચૌધરી, પો.સબ.ઇન્સ એમ.કે.ચૌધરી, એ.એસ.આઇ દિપસિંહ લક્ષ્મણસિંહ, પો.હેડ કોન્સ.દેવરાજભાઇ કરશનભાઇ, પો.હેડ કોન્સ.વાલાભાઇ દાનાભાઇ, પો.હેડ કોન્સ. મુળરાજભાઇ કરમશીભાઇ, પો.હેડ કોન્સ.ચેતનભાઇ લાલજીભાઇ, પો.હેડ કોન્સ.દીલીપસિંહ ભરતસિંહ, પો.કોન્સ . ઉદીતભાઇ સુરેશભાઇ, પો.કોન્સ. અશોકભાઇ રામાભાઇ, પો.કોન્સ. સંજયકુમાર માનસુંગભાઇ, ભાર્ગવભાઇ નાગજીભાઇ વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે રહી સફળ કામગીરી કરેલ છે.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
સુનિલ મોતા માંડવી
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

1-અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં લઘુમતી આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેના વિવાદ મામલે કચ્છમાં સ્વેચ્છીક રીતે રાજકીય હોદ્દાનું પહેલું બલિદાન…

Kutch Kanoon And Crime

વેરાવળ દરિયાકાંઠેથી 350 કરોડની કિંમતના હેરોઇન સાથે નવ ઈસમોની અટકાયત

Kutch Kanoon And Crime

Leave a comment